તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મહિલા સામે કેસ કરતાં, દબાણ સર્જવા ફરિયાદ કરાયાનો દાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિલા સામે કેસ કરતાં, દબાણ સર્જવા ફરિયાદ કરાયાનો દાવો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છનાલેન્ડ ડેવલોપર્સ અને રાજકીય વર્તુળમાં ચકચાર મચાવનારા વરસામેડીના છેતરપિંડી કેસમાં ફરિયાદ માત્ર દબાણ સર્જવા અને અગાઉની, પેઢીની ફરિયાદોના પ્રત્યાઘાતરૂપે કરવામાં આવી હોવાનો દાવો કરાયો છે.

સુરતની મહિલાની ફરિયાદ બાદ, ડેવલોપર્સ પેઢીના કોન્ટ્રાક્ટર પાર્ટનર ડેની શાહે જણાવ્યું હતું કે, મહિલાએ પેઢી સાથે 25 લાખમાં મકાન બનાવી આપવા કરાર કર્યો હતો, કરારની શરતો અનુસાર, પ્રથમ હપ્તા તરીકે પેઢીને માત્ર 7,50,000 રૂપિયા ચૂકવ્યા હતા અને પછી બાકીના 17,50,000 સંબંધે છેલ્લા બે વર્ષથી વારંવાર માગણી છતાં ચૂકવવામાં આવતા નહોતા, તેથી ગત 5/8/15 અને 21/12/15ના વકીલ તરફથી નોટિસ પણ આપવામાં આવી હતી, જેનો અનીતાબેને અસ્વીકાર કર્યો હતો. પછી તેમના વિરુદ્ધ અંજાર અદાલતમાં 10/2/16ના દિવાની દાવો પણ રજૂ કરવામાં આવ્યો હતો, જેનું સમન્સ ઇસ્યૂ થઇ ગયું હોવા છતાં તેઓ અત્રે હાજર થવાના સ્થાને, સુરતમાંથી ફરિયાદ કરતાં, તે 00થી અંજાર મોકલવામાં આવી હતી.

બાબતે પેઢીના ડાયરેક્ટર બીજલ મહેતાએ જણાવ્યું હતું કે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જાતે હાજર થઇ ઇક્વીટેબલ મોર્ગેજ માટેની કાર્યવાહી કરી અને દરેક આધારો જાતે પૂરા પાડ્યા છે. પછી ગમે તે કારણોસર તેમને મકાન જોઇતું હોઇ તે વેચી નાખવાનું તેમનું કહેવું હતું, પણ લોન ચાલુ હોવાથી મકાન વેચવા લાંબી પ્રોસિઝર કરવી પડે એમ હોવાનું કહેવામાં આવતાં, અનીતાબેન તૈયાર થયા નહોતા અને દબાણ સર્જવા સુરત કોર્ટમાં તેમણે ખાનગી ફરિયાદ કરી હતી, જેના આધારે પોલીસને ફરિયાદ લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, અનીતાબેન વિરુદ્ધ ગત 18/5/16ના અંજાર પોલીસ મથકમાં વિશ્વાસઘાત સંબંધે ફોજદારી નોંધાવવામાં આવ્યા બાદ તેમને સમન્સ કરવામાં આવ્યું હતું, પણ એમાં પણ તેઓ નિવેદન સુદ્ધાં આપવા આવ્યા નથી. તેણે વધુમાં જણાવ્યું કે, આટઆટલા પ્રોજેક્ટો અમો કરી રહ્યા છીએ, અમારે કોઇ સાથે વિશ્વાસઘાત કરવાની જરૂર ક્યાં છે ઉલટું, અમોએ કેટલાયે જરૂરિયાતમંદોને મફત રહેવાની સગવડ મળે તે માટે કોઇ જાતના વળતરની આશા વગર પાકા મકાનોની ફાળવણી પણ કરી છે. દરમ્યાન, બીજલ મહેતાનો, જી.ડી.એ.ના પૂર્વ-ચેરમેન જવાહર મહેતાના પરિવાર સાથે કોઇ સંબંધ નથી અને ઉલ્લેખ માત્ર સરતચૂકથી થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો