તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજાર મહેશપંથી સંપ્રદાય દ્વારા ‘અઢઇડા વ્રત’ની ઉજવણી કરાઇ

અંજાર મહેશપંથી સંપ્રદાય દ્વારા ‘અઢઇડા વ્રત’ની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમહેશપંથી સંપ્રદાયમાં અંજાર હંમેશાંથી ધાર્મિકક્ષેત્રે મહત્ત્વનું સ્થાન ધરાવતું શહેર રહ્યું છે. સમગ્ર મહેશપંથી સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ એવું ‘બગથડા યાત્રાધામ’ અહીં આવેલું છે, જેની સ્થાપના આશરે 800થી 900 વર્ષ પૂર્વે થઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે.

અંજાર મહેશ્વરી સમાજ દ્વારા અઢઇડા વ્રત, માઘસ્નાન વ્રત, ધણીમાતંગ દેવ જન્મજયંતી મહોત્સવ, વાવડી વ્રત, બારબીજ-ચોવીસચોથ, ગોરખુડાવ્રત (ફક્ત બહેનો દ્વારા) તેમજ દર મહિને ઠાઠની ઉજવણી કરવામાં આવે છે, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો જોડાય છે. ઉજવણી અંતર્ગત ચાલતા અઢઇડા વ્રતની સોમવારે પુર્ણાહુતિ થઇ હતી, જેમાં સમાજના 55 જેટલા ભાઇ-બહેનો જોડાયા હતા. વ્રત દરમિયાન વ્રતધારીઓએ ઇષ્ટદેવ લુણંગદેવની અઢી દિવસ સુધી ભક્તિભાવ સાથે આરાધના કરી હતી. વ્રત કરનારાઓ ઘરમાં અલગ પથારી પર રહીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેમજ અઢી દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને સાંજના ભાગે સ્નાન કરી ફક્ત એક વાર પાણી ગ્રહણ કરે છે. હાલમાં અઢડાઇ વ્રત અંજાર મહેશ્વરી સમાજના ધર્મગુરૂ ખીમજીભાઇ માતંગ અને મહેશભાઇ ધોરિયાના વડપણ હેઠળ ઉજવવામાં આવ્યું હતું, જેમાં શહેરના ગંગાનાકાથી લુણંગદેવ મંદિર સુધી વ્રતધારીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અઢી દિવસના કાર્યક્રમમાં સમાજના ધર્મગુરૂઓ, સમાજના પ્રમુખ ખિમજીભાઇ સિંધવ, સુધરાઇના માજી પ્રમુખ સામજીભાઇ સિંધવ, માજી ધારાસભ્ય ગોપાલભાઇ ધુઆ, રામજીભાઇ ધેડા, હિરજીભાઇ નોરિયા સહિત બહોળી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા.

વ્રત કરનારનું સન્માન કરાયું

સમાજના 55 લોકોએ કઠીનવ્રત કર્યું

અન્ય સમાચારો પણ છે...