તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્વચ્છતાના પાઠ ભણાવવા 2 10ના શાળા ચાલુ રખાશે !

સ્વચ્છતાના પાઠ ભણાવવા 2/10ના શાળા ચાલુ રખાશે !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિએ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને 2જી ઓકટોબરના પ્રાથમિક શાળાઓ ચાલુ રાખવા આદેશ કર્યો છે.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.આર. જરગેલાએ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને લખેલા પત્રમાં જણાવાયું હતું કે, ગુજરાત રાજ્યમાં સ્વચ્છતા અને સામાજિક સમરસતા અઠવાડિયાની ઉજવણી થઇ રહી છે. જેથી 2જી ઓકટોબરે મહાત્મા ગાંધી જન્મ જયંતી નિમિત્તે રજા પાળવાની નથી. તમામ પ્રાથમિક શાળાઓએ 2જી ઓકટોબરના સવારે 7.15થી 12.15 સુધી ચાલુ રાખવાની રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્ય સરકારના મંત્રીઓના કાર્યક્રમોમાં સરકારી કર્મચારીઓને જોતરવાની પ્રથા થઇ ગઇ છે. જેથી સરકારી કચેરીઓમાં કામસર આવતા નાગરિકોને ધર્મના ધક્કા થતા હોય છે. જેમાં હવે વિદ્યાર્થીઓને પણ જોતરવાની પેરવી થઇ રહી છે. જેથી વાલીઓમાં ભારે નારાજગી ફેલાઇ છે. જોકે, આદેશમાં એવો ઉલ્લેખ નથી કરાયો કે, શિક્ષકોએ વિદ્યાર્થીઓને પણ હાજર રાખવા, પરંતુ પ્રાથમિક શાળાના ભૂલકાઓને ભણતરના ભાર વચ્ચે આવા સરકારી કાર્યક્રમમાં જોતરવાની સરકારી નીતિ ભારે ટિક્કાનો વિષય બની છે.

સરકારી કાર્યક્રમોના કર્મચારીઓ બાદ હવે છાત્રોને પણ જોતરવાની નીતિથી વાલીઓ નારાજ

અન્ય સમાચારો પણ છે...