તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સૈયદપરના કેમ્પમાં જમતા પદયાત્રીનું ઉલ્ટી થતાં મોત

સૈયદપરના કેમ્પમાં જમતા પદયાત્રીનું ઉલ્ટી થતાં મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનામાતાના મઢ દર્શન માટે જામનગર વિસ્તારમાંથી નીકળેલો પદયાત્રીનો સંઘ ભુજ તાલુકાના સૈયદપર પાટિયા પાસે આવેલા સેવા કેમ્પમાં રોકાયો, જ્યાં એક યુવાન જમ્યો અને થોડીક ક્ષણોમાં તેનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગર જિલ્લામાંથી માતાના મઢ આશાપુરાના દર્શન માટે પદયાત્રીના બે સંઘ નીકળ્યા હતા, જેઓ બુધવારે મોડી સાંજે ભુજ તાલુકાના સૈયદપર પાસે આવેલા સેવા કેમ્પમાં જમવા માટે રોકાયા હતા, જ્યાં સંઘ સાથે આવેલા અનિરૂદ્ધસિંહ તેજુભા વાડા (ઉ.વ.33) (રહે ગામ સતસર, જિલ્લો જામનગર)એ જમવાનું ચાલુ કર્યું અને તેને વોમિટ થતાં તાત્કાલિક તેને ગ્લુકોઝનું પાણી આપતાં તે ઢળી પડ્યો હતો, બનાવથી હેબતાઇ ગયેલા તેમની સાથેના પદયાત્રીઓએ તાત્કાલિક ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતા. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હતભાગીનાં મોતથી તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, પધ્ધર પોલીસમાં બનાવ અંગે મોડી રાત સુધી કોઇ નોંધ કરવામાં આવી હતી.

જામનગરના યાત્રાળુનું સારવાર પહેલાં મૃત્યુ

અન્ય સમાચારો પણ છે...