તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ. કચ્છ પોલીસે કેમ્પના સંચાલકોને અંદર બેસાડ્યા

પ. કચ્છ પોલીસે કેમ્પના સંચાલકોને અંદર બેસાડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમકચ્છમાં હાલ પદયાત્રીઓનું ઘોડાપુર ઉમટ્યું છે અને માર્ગ પર અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, ત્યારે પોલીસ દ્વારા મંગળવારે રાત્રે 10થી 12 ગાડીના કાફલા સાથે કનૈયાબેથી રવાપર માર્ગ પર આવેલા સેવાના કેમ્પોની મુલાકાત હતી, જેમાં બહાર ખુરશી રાખીને બેસતા સંચાલકોને અકસ્માતથી બચવા કેમ્પ અંદર બેસાડી અનુરોધ કરાયો હતો. પોલીસ વડા મકરંદ ચૌહાણની આગેવાની હેઠળ અલગ-અલગ પોલીસ અધિકારીઓની ટીમ બનાવી પોલીસ વાહનોનો કાફલો કનૈયાબેથી રવાપર સુધી રાત્રિભર પેટ્રોલિંગ કર્યું હતું. માર્ગ પર આવેલા સેવા કેમ્પો રાત્રિ દરમિયાન અકસ્માતનો ભોગ બને તે માટે રોડ પર ખુરશી રાખીને બસતા સંચાલકોને અંદર બસવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...