તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોઠારા ખાતે કોમી એકતા મિલનમાં ભાઇચારો જાળવવા કરાઇ અપીલ

કોઠારા ખાતે કોમી એકતા મિલનમાં ભાઇચારો જાળવવા કરાઇ અપીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અબડાસાતાલુકાના કોઠારા ખાતે હિન્દુ-મુસ્લિમ સમાજના અગ્રણીઓની હાજરીમાં કોમી એકતા મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મુળરાજ ગઢવી આયોજિત સમારોહમાં જયેશ જોષીએ શાસ્ત્રોક્ત વિધિ તો મૌલાના હુસેન ગજણે તિલાવત-એ-કુર્આનનું પઠન કર્યું હતું.

હાજી જુમા રાયમા, સૈયદ સુલ્તાનછા બાવા, રાજપૂત સમાજના પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા, બ્રહ્મસમાજના પંકજ જોષી, ભાનુશાલી મહાજનના પ્રમુખ પ્રવીણ ભાનુશાલી, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સાલેમામધ, ધનજી હેંગણા, વાડીલાલ પટેલ, જગદીશ ઠક્કર, ગઢવી સમાજના પ્રમુખ વિજય ગઢવી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉરીના શહીદોને માટે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.

હિન્દુ-મુસ્લિમ અગ્રણીનું સન્માન

બે મિનિટનું મૌન પાડી શહિદોને આપી શ્રદ્ધાંજલિ

અન્ય સમાચારો પણ છે...