ખારીનદીએ ઋષિ પાંચમના 15000 બહેનોએ કર્યું નદી સ્નાન
ભુજમાંભાદરવા સુદ-પાંચમ ઋષિ પાંચમના ઉત્તર ગંગા-ખારીનદી ખાતે પરંપરાગત મેળો યોજાયો હતો, જેમાં 15000 જેટલી બહેનોએ નદી સ્નાન કર્યું હતું. ખારીનદી સ્થિત ભૂતનાથ મહાદેવ તથા સપ્તઋષિ સંકુલ ખાતે ખાસ કરીને બહેનો માટેના પર્વ ઋષિ પાંચમના બહેનોએ નદી સ્નાન કર્યું હતું તથા બપોરે 6000 જેટલી બહેનોએ સામાના ફળાહારનો લાભ લીધો હતો. પ્રસંગે ધાણેટીના લોકગીતના જાણીત કલાકાર સભીબેન આહિર તથા શૈલેશ જાની ગ્રૂપના કલાકારો દ્વારા રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. દાતા સભીબેન આહિર, મહેશભાઇ રહ્યા હતા. મેળાનું સંચાલન પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શનમાં નરેશ પરમાર, શશિભાઇ જેઠી અને ભૂતનાથ મહાદેવ મંદિરના સેવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
ભુજના સાર્વજનિક સ્મશાન ગૃહ ખારી નદીના પરિસરમાં સપ્તઋષી મંદિરના સાંનિધ્યમાં ઋષિ પાંચમનો મેળો ભરાયો હતો. મેળાની વિશેષતાએ છે કે, તેમા માત્ર મહિલાઓ આવતી હોય છે. સપ્તઋષી મંદિર ઉપરાંત ભૂતનાથ મહાદેવનું મંદિર પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. }મયૂર ચૌહાણ