• Gujarati News
  • National
  • જમીન મુદ્દે સુખપરના રહીશ સાથે 11 લાખની ઠગાઈ

જમીન મુદ્દે સુખપરના રહીશ સાથે 11 લાખની ઠગાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજતાલુકાના કુરબઈમાં ખેતીવાડી કરતા સુખપરના ખેડૂતે જમીનના વેચાણ મામલે બે શખ્સ વિરુદ્ધ 11 લાખની છેતરપિંડીની ફરિયાદ માનકૂવા પોલીસ સ્ટેશને નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ સુખપરના ખીમજી નારાણ વેલાણી પાસેથી આરોપી કાનજી ખીમા મહેશ્વરી અને બચુ ખીમા મહેશ્વરીએ વિશ્વાસમાં લઈ ફરિયાદી પાસે કબજાની જમીન વેચાણ પેટે લેવા માટે 14/4/11ના સાડા ચાર વર્ષ પહેલાં જમીનનો સોદો કરેલો હતો. જમીનની રકમ આજ દિન સુધી સુખપરના રહીશને મળતાં આરોપી વિરુદ્ધ ઠગાઈ કર્યાની ફરિયાદ માનકૂવા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...