હાજાપરમાં ભાગવત કથાની પૂર્ણાહૂતિ
અબડાસાતાલુકાના હાજાપરમાં ભાનુશાલી મહાજન કચ્છ અને ભાનુશાલી મિત્રમંડળ મુંબઈ આયોજિત ભાગવત ભૂષણ શરદભાઈ વ્યાસે વ્યાસસ્થાને કહ્યું હતું કે, જેમણે પણ ભાગવત કથા સાંભળી હશે, એમાંથી કાંઈ અંશો ઉતરશે તોય તેનું જીવન ધન્ય થઈ જશે. 7 દિવસની ભાગવત કથાની પૂર્ણાહૂતિમાં ભાનુશાલી સમાજ દેશ-પરદેશથી ઉમટ્યો હતો. હરિદાસ મહારાજે આશીર્વાદ આપ્યા હતા. હાજાપરમાં ભાનુશાલી મહાજન વાડી માટે 1.50 કરોડનું ભંડોળ એકઠું કરવામાં આવ્યું હતું. પહેલાં કથામાં રૂક્ષ્મણી વિવાહના પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. પ્રસંગે રાજ્યના મીઠા ઉદ્યોગ અને ગૌસંવર્ધન ખાતાના રાજ્ય મંત્રી તારાચંદભાઈ છેડા, સંસદીય સચિવ વાસણભાઈ આહિર, માજી નાણામંત્રી બાબુભાઈ શાહ, ત્રિકમ છાંગા સહિતના રાજકીય મહાનુભાવોઅે કથાનું રસપાન કર્યું હતું. કથાની સાથે જરૂરતમંદો માટે બ્લડ ડોનેશનના કેમ્પમાં 200 બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. ગૌ સેવક અને નેપાળમાં ભૂકંપ પીડિતો માટે દાતાઓએ દાન અેકઠું કર્યું હતું. કથામાં સહભાગી થનારા તમામ દાતાઓ, કાર્યકરોનું મોમેન્ટો, શાલથી બહુમાન કરાયું હતું. મુખ્ય યજમાન સ્વ. માતૃશ્રી કુંવરબાઈ પરસોત્તમ લાલજી મંગે પરિવારના જેન્તીભાઈ ભાનુશાલી, વસંતભાઈ ભાનુશાલી તથા સહ યજમાન સ્વ. જેરામભાઈ મેઘજી ધબા પરિવાર રહ્યો હતો. આચાર્ય પદે જેઠાલાલ જોષી, અશોકભાઈ શાસ્ત્રી, ધવલ જોષી રહ્યા હતા.
પ્રસંગે ખીમજીભાઈ હુરબડા, મેઘજીભાઈ મંગે, બાબુભાઈ હુરબડા, લક્ષ્મીચંદ હુરબડા, પ્રેમભાઈ ભાનુશાલી, હેમરાજભાઈ, રાજેશભાઈ ભાનુશાલી, વસંતભાઈ ભાનુશાલી, પરેશસિંહ જાડેજા સહિત મુંબઈથી અનેક ભાનુશાલી પરિવાર જોડાયા હતા. પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ ભાનુશાલીએ મુખ્ય આયોજન કર્યું હતું. સંચાલન રમેશ જોષીએ કર્યું હતું.
સંતનું સન્માન કરાયું અને આરતી ઉતારી રહેલો મુખ્ય યજમાન પરિવાર.