કચ્છમાં આજે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાં આજે

ભુજ :છોકરીઅો માટે નિ:શુલ્ક શૈક્ષણિક કેમ્પ

ડો.મહિપતરાયમહેતા અખિલ કચ્છ કન્યા કેળવણી ટ્રસ્ટ દ્વારા તા.27/5ના સાંજે 6 કલાકે જે છોકરીઓએ શાળા જોઇ હોય તેમની માટે શૈક્ષણિક કેમ્પનું આયોજન બલોચ ફલિયા, સંજયનગરી પાસે, સુરલભીટ્ટ રોડ, ભુજ ખાતે કરવામાં આવશે.

લોહાણામહાજન દ્વારા પુસ્તક વિતરણ

ભુજલોહાણામહાજન શિક્ષણ સમિતિ દ્વારા તા.27/5ના સાંજે 6થી 7 દરમિયાન કોલેજમાં અભ્યાસ કરતા જ્ઞાતિના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. વધુ માહિતી માટે દિલીપ ઠક્કર 94272 11212નો સંપર્ક કરવો.

ક્ષત્રિયમોચી જ્ઞાતિ દ્વારા નોટબૂક વિતરણ

જ્ઞાતિનાવિદ્યાર્થીઓનેટોકન દરે નોટબૂક વિતરણ તા.31/5 અને 7/6ના સવારે 10થી 1 દરમિયાન જ્ઞાતિની વાડી ખાતે કરવામાં આવશે, સરસ્વતિ સન્માનનું ફોર્મ ભરવાનું હોવાથી માર્કશિટની બે નકલ સાથે રાખવી.

લોહાણામહાજન દ્વારા સુવર્ણિયમ કાર્ડ અંગે માર્ગદર્શન

ભુજલોહાણામહાજન દ્વારા જે જ્ઞાતિજનો બી.પી.એલ, એ.પી.એલ તથા સુવર્ણિયમ કાર્ડ ધરાવતા હોય તેમને જરૂરી માર્ગદર્શન ભુજ લોહાણા મહાજન કાર્યાલય, શેઠ વીડી હાઇસ્કૂલ બાજુમાં, ભુજ ખાતે તા.27/5થી 5/6 સુધી, સાંજે 5થી 7 દરમિયાન આપવામાં આવશે.

નિ:શુલ્કકુદરતી ઉપચાર કેન્દ્ર

વા,પેટ,કમર, પેચોટી, લચક, પથરી, સાઇટિકાના દુ:ખાવા માટેનો કુદરતી ઉપચાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે યદુનંદન માનવ સેવા કેન્દ્ર, સંજયનગર, ભુજ તથા 76008 73295નો સંપર્ક કરવો.

સ્પોર્ટ્સઅેન્ડ સોશિયલ ક્લબ

સ્પોર્ટ્સઅેન્ડસોશિયલ ક્લબની સામાન્ય સભા તા. 14/6ના રવિવારે સવારે 10 વાગ્યે ઉમેદભુવન, ભુજ ખાતે યોજવામાં આવશે.

ઇન્નરવ્હીલક્લબ ઓફ ભુજની બેઠક

ક્લબનાસભ્યોબહેનોની બેઠક તા.27/5ના સાંજે 6:30 કલાકે હોટલ વિરામ ખાતે રાખવામાં આવી છે.

જલારામસેવા સમિતિ દ્વારા ભોજન વિતરણ

તા.28/5નાજલારામસેવા સમિતિ દ્વારા ઝૂંપડપટ્ટીના બાળકો, નિરાધાર બહેનોને નિ:સ્થાને ભોજન વિતરણ કરવામાં આવશે.

જાયન્ટ્સગ્રૂપ ઓફ ભુજ-સાહેલીની મીટિંગ

તા.7/6નાઅમદાવાદતથા તા.14/6ના ભુજ ખાતે યુનિટ કોન્ફરન્સ હોવાથી તે અંગેની ચર્ચા માટે અગત્યની મીટિંગ તા.27/5ના સાંજે 5:30 કલાકે રાખવામાં આવી છે.

બહેનોમાટે નિ:શુલ્ક બ્યૂટી પાર્લર કોર્સ

અંધજનમંડળ-કેસીઆરસીદ્વારા આઇટીઆઇના સહયોગથી બહેનો માટે નિ:શુલ્ક બ્યૂટી પાર્લરની તાલીમ તા.1/6થી શરૂ થશે, જેમાં આઇટીઆઇ દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે. નામ નોંધાવવા માટે બપોરે 3થી 5 દરમિયાન સંસ્થા ખાતે રૂબરૂ મળવું તથા (02832) 222907નો સંપર્ક કરવો.

જાયન્ટ્સગ્રૂપ ઓફ ભુજ દ્વારા નિ:શુલ્ક સ્કીન કેમ્પ

જાયન્ટ્સગ્રૂપઅોફ ભુજ દ્વારા નિ:શુલ્ક સ્કીન કેમ્પ તા.28/5ના સાંજે 5થી 7 દરમિયાન પટેલ સ્કીન ક્લિનિક, 63-એબી, વિજયનગર, ન્યુ હોસ્પિટલ રોડ, ભુજ ખાતે રાખવામાં આવ્યો છે.

બુલિયનમરચન્ટ એસોસિયેશન સામાન્ય સભા

તા.30/5નારાત્રે8:30 કલાકે મારૂ કંસારા સોની ચનાણી પાર્ટી પ્લોટ ખાતે કારોબારી ચૂંટણી અંગેની બેઠક યોજાશે.

આદિપુર: ગાયત્રી જયંતી નિમિત્તે ગાયત્રી મંત્ર જાપ

તા.28/5નાગાયત્રીજયંતી હોવાથી તે નિમિત્તે સવારે 8થી સાંજે 3 સુધી અખંડ ગાયત્રી મંત્રજાપ ગાયત્રી પ્રજ્ઞા પીઠ, ટી.આર.એસ. આદિપુર ખાતે યોજાશે.

આદિપુર: રાહતભાવે નોટબૂક વિતરણ કરાશે

માભગવતીમહિલા મંડળ- આદિપુર દ્વારા ગાયત્રી શાખા દ્વારા રાહતભાવે નોટબૂક વિતરણ 4-એ, 136-3, સંતોષી માતાના મંદિર સામે, આદિપુર ખાતે કરવામાં આવશે.

અાદિપુર: હાસ્ય ક્લબની બેઠક

ક્લબનાસભ્યોનીબેઠક તા.29/5ના સાંજે 6 વાગ્યે, એસઇઅેક્સ-53પ આદેસર લેક પાસે રાખવામાં આવી છે.

અંજાર: વાઘેશ્વરી માતાજીના મંદિરે કાર્યક્રમ

કચ્છીગુર્જરલોહાર સમાજ, અંજારના કુળદેવી વાઘેશ્વરી માતાના મંદિરે વિવિધ કાર્યક્રમનું આયોજન તા.31/5ના સવારે 7:30 કલાકેથી લોહાર ચોક, ગંગા નાકા, અંજાર ખાતે રાખવામાં આવ્યું છે.

માંડવી:ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમો

તા.28/5નાગાયત્રીજયંતી નિમિત્તે સવારે 6થી 7 ગાયત્રી મંત્ર જાપ, 7થી 7:30 આરતી અને 7:30થી 8:30 દરમિયાન ગાયત્રી યજ્ઞના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

નખત્રાણા: મારૂ કંસારા સોની યુવક મંડળ

નખત્રાણામારૂકંસારા સોની યુવક મંડળ દ્વારા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે રાહતભાવે નોટબૂકનું વિતરણ તા.29/5 અને 30/5ના રાત્રે 8:30થી 10:30 અને તા. 31/5ના સાંજે 4:30થી 7:30 દરમિયાન સોની સમાજવાડી, નખત્રાણા ખાતે રાખવામાં આવ્યું છે.

નખત્રાણા: તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રૂપની બેઠક

તાલુકારઘુવંશીસોશિયલ ગ્રૂપની બેઠક તા. 27/5ના સાંજે 6 કલાકે લોહાણા સમાજવાડી ખાતે મળશે, જેમાં નવી કારોબારી સમિતિ અંગે ચર્ચા કરાશે.

નખત્રાણા: કચ્છી ગુર્જર લુહાર જ્ઞાતિ

નખત્રાણા,લખપત,અબડાસાના જ્ઞાતિના ધોરણ-8ના વિદ્યાર્થી�\\\" માટે શિષ્યવૃત્તિ ફોર્મ પિત્રોડા �\\\"ટો નખત્રાણા ખાતેથી મળશે.

અન્ય સમાચારો પણ છે...