• Gujarati News
  • કોંગ્રેસે સાંસદને આપ્યું આવેદન 14 પ્રશ્નો રજૂ કર્યા

કોંગ્રેસે સાંસદને આપ્યું આવેદન 14 પ્રશ્નો રજૂ કર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોદી સરકારની વરસીએ ભુજમાં વિપક્ષ \\\"વરસી\\\' પડ્યા

આમ આદમી પાર્ટીએ યોજી અચ્છે દિનની શોક સભા

કેન્દ્રમાંભાજપ સરકારને આરૂઢ થયે એક વર્ષ થયું છે, ત્યારે વિપક્ષોએ પણ સરકારની કામગીરીના લેખાજોખા કરતી હોય તેમ ચૂંટણી અગાઉ કરેલા વાયદા પૂરા થયા કે નહીં તેવા પ્રશ્નો પૂછ્યા હતા.

કચ્છ કોંગ્રેસ દ્વારા મંગળવારે સવારે ભાજપ કાર્યાલય પાસેથી મહિલા કોંગ્રેસની આગેવાની હેઠળ રેલી સ્વરૂપે સાંસદની ઓફિસ લાલટેકરી ખાતે પહોંચ્યા હતા. જોકે, સાંસદ વિનોદ ચાવડાની ગેરહાજરીમાં વડાપ્રધાનને પૂછેલા 14 પ્રશ્નના જવાબ આપવા માંગ કરી હતી. જિલ્લા પ્રમુખ નવલસિંહ જાડેજા, પ્રભારી હરદાસભાઇ ખવા, રહીમભાઇ, ઉષાબેન ઠક્કર સહિત મોટી સંખ્યામાં કોંગીઓ સાંસદને આપેલા આવેદનમાં કાળું નાણું 100 દિવસમાં પરત લાવી દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવવાની વાતને યાદ અપાવી હતી. વૈશ્વિક બજારમાં ક્રૂડ તેલનો 50થી 60% ભાવ ઘટાડો હોવા છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ નથી ઘટ્યા, તે પણ જનતાને લભથી વંચિત રાખવાનો આક્ષેપ કર્યો હતો. મોંઘવારીમાં ફરક નથી પડ્યો. જમીન સંપાદનનો ખરડો પણ લાગુ કરાયો. ચીન અને પાકિસ્તાન સાથેના નરમ વલણ શા માટે મનરેગા જેવી યુપીએ સરકાર દરમિયાન લાગુ કરાયેલી લોકલક્ષી યોજનાઓને મૃત:પાય હાલતમાં કરી નાખવી, જેવા વાયદા પૂર્ણ કરવામાં નિષ્ફળ સરકાર કેમ ચલાવી લેવાય તથા પ્રજાને જવાબ આપે તેવી માંગ કોંગ્રેસે કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ કહ્યું હતું કે, તેઓ લખપત હોવાથી હાજર રહી શક્યા નહોતા. તેમણે લોકોના કાર્યો અવીરત થતાં હોવાનું કહ્યું હતું.

આવેદન અપાયા બાદ ઇન્ટરવ્યૂ માટે પડાપડી

પરંતુશહેરસ્તરના હોદ્દેદારો પણ મીડિયાના કેમેરા સામે ગોઠવાઇ ગયા હતા, તો જૂના જોગી અમે પણ કાર્યરત છીએ, તે દર્શાવવા ઇન્ટરવ્યૂ માટે આગળ ઊભી ગયા હતા.

આમ આદમી પાર્ટી દ્વારા ભુજમાં ગાંધીજીની પ્રતિમા પાસે અચ્છે દિનની શોક સભા યોજાઇ હતી. જેમાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

મહિલા કોંગ્રેસ દ્વારા રેલી કાઢીને સાંસદને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.