• Gujarati News
  • સ્થાનિક વિસ્તાર યોજના અંતર્ગત સાંસદે 1 વર્ષમાં સાત કરોડ ફાળવ્યા

સ્થાનિક વિસ્તાર યોજના અંતર્ગત સાંસદે 1 વર્ષમાં સાત કરોડ ફાળવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંસદસ્થાનિક વિસ્તાર વિકાસ યોજના અંતર્ગત પોતાના મત વિસ્તારમાં છેવાડાના નાનામાં નાના ગામો સુધી વિકાસના કાર્યો માટે પોતાના 1 વર્ષના કાર્યકાળમાં રૂપિયા 7,07,05,000થી વધુ ગ્રાન્ટ ફાળવી છે. કચ્છ અને મોરબી માટે રકમ આપવામાં આવી છે. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર તરફથી સાંસદ સ્થાનિક વિસ્તારના વિકાસ યોજનાઓ માટેની ગ્રાન્ટ અતિઆવશ્યકતા ધરાવતા ગામોમાં વિવિધ જરૂરિયાતના કામોને પ્રથમિકતા આપીને ફાળવણી કરી છે, જેમાં ઘણા કામો શરૂ પણ થઈ ગયા છે. સેવાકીય કાર્યો કરતી સંસ્થાઓમાં દર્દીવાહિની એમ્બ્યુલન્સ વાનો, બસ સ્ટેશન, વ્હીલચેર, ઘણી શાળાઓમાં શૌચાલયો, રમત-ગમત સંકુલોના વિકાસ, શાળા કમ્પાઉન્ડ, શાળામાં પ્રાર્થનાહોલ તથા શૈક્ષણિક સંકુલ માટે ઓરડા, પાંજરાપોળોમાં પશુધન માટે શેડ, ઘાસચારા ગોડાઉનો, પાણીના બોર, ગટરલાઈનો, પૂર સંરક્ષણ દીવાલો, સી.સી. રોડ અને સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમો માટે કોમ્યુનિટી હોલ જેવા લોકહિતના કાર્યો માટે ગ્રાન્ટ ફાળવણીઅો કરી છે. તદ્દઉપરાંત ઘણા બધા કામો બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્રોગ્રામ માટે અગત્યના સૂચનો પણ કર્યાં છે.