• Gujarati News
  • National
  • ભુજ સુધરાઈની કારોબારીમાં 7 કરોડના કામોને બહાલી

ભુજ સુધરાઈની કારોબારીમાં 7 કરોડના કામોને બહાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારે ભુજ પાલિકાને ફાળવેલી 6 કરોડની ગ્રાન્ટમાંથી શહેરમાં વિવિધ વિકાસકામોને કારોબારીની બેઠકમાં મંજૂરી અપાઈ હતી. ટાઉનહોલ માટે 60 લાખ અને સાધનો વસાવવા 40 લાખ એમ એક કરોડ સાથે કુલ 7 કરોડના વિકાસકામોને બહાલી આપવામાં આવી હતી.

કારોબારી ચેરપર્સન હંસાબેન લાલનના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરના વિકાસકામોને અગ્રીમતા આપતા અગાઉ ગુજરાત સરકારે ફાળવેલી ગ્રાન્ટમાંથી શહેરના કેટલાક વિસ્તારોમાં સી.સી. રોડ બનાવવા, રોડલાઈટો લગાવવા તેમજ ગટર યોજનાના કાર્યો કરવાનો ઠરાવ સર્વાનુમતે પસાર કરાયો હતો. ઉપરાંત શહેરના ટાઉનહોલના નવીનીકરણ માટે ખૂટતી રકમ પેટે 60 લાખ ફાળવવા નિર્ણય લેવાયો હતો. બેઠકમાં શાસક પક્ષના નેતા બાપાલાલ જાડેજા, દેવરાજ ગઢવી, દિલીપ શાહ હાજર હતા.

કર્મીઓનો પગાર વધારાયો

કારોબારીબેઠકમાંપગાર વધારાનો નિર્ણય લેવાતા કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી. લાંબા સમયથી ડ્રેનેજના પડતર પ્રશ્નોનો નિકાલ થતાં કરાર આધારીત કામદારો અને કમ્પ્યૂટર ઓપરેટર્સને 7 હજાર, ટેક્નિકલ ઓપરેટર્સને 6 હજાર તેમજ ફિક્સ પગાર વધારીને 5 હજાર કરવા માટે સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...