• Gujarati News
  • \"સરકારે વ્યાજ માફીની જાહેરાત કરી ખેડૂતોને મૂર્ખ બનાવ્યા છે\'

\"સરકારે વ્યાજ માફીની જાહેરાત કરી ખેડૂતોને મૂર્ખ બનાવ્યા છે\'

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાલુવર્ષે કપાસના ભાવો 20 કિલોના માત્ર 700થી 800 રૂપિયા થઇ જતાં ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ આંદોલનો ચલાવી અને ટેકાનો ભાવો નક્કી કરવા તેમજ ખેડૂતોને રૂા. 1100થી 1200 ભાવ મળે, તેવી માગણી કરી હતી, જેના પગલે ગુજરાત સરકારે પોતાના માનીતા ભાજપ પ્રેરિત કિસાન સંઘના 7થી 8 આગેવાનને બોલાવી ખેડૂતોએ બેંકોમાંથી જે ધિરાણ મેળવ્યું હોઇ તેમાં 50 ટકા વ્યાજમાં માફી તેમજ 50 ટકા વીજબિલમાં માફી આપવાની જાહેરાત કરી હતી, પણ આજ સુધી કોઇ રાહત મળી નથી, તેવો આક્ષેપ કચ્છ કોંગ્રેસના માજી પ્રમુખે કરી સરકારે કિસાનોને ઉલ્લુ બનાવ્યા છે તેવું જણાવ્યું હતું. જાહેરાત કર્યા બાદ આજ દિવસ સુધી ધિરાણ ઉપર 50 ટકા વ્યાજ માફીનો કોઇ પરિપત્ર બેંકોને મળેલો નથી, જેના કારણે ખેડૂતોને વ્યાજ માફીનો કોઇ લાભ મળ્યો નથી.

વ્યાજ માફીનો કોઇ પરિપત્ર બેંકોને મળતાં વ્યાજમાફીનો લાભ ખેડૂતોને મળવાનો નથી અને સમયસર ધિરાણની ભરપાઇ થાય, તો ખેડૂતોને 7 ટકા લેખે વ્યાજ ભરવું પડે. આમ, સરકારે ખેડૂતોને મહામૂર્ખ બનાવ્યા છે અને આજ દિવસ સુધી 50 ટકા વ્યાજમાફીના લાભ મળ્યા નથી. વીજબિલમાં 50 ટકાની રાહત આપી છે, પરંતુ લાભ માત્ર 30 ટકા ખેડૂતોને મળવાનો છે. કારણ કે, 70 ટકા વિસ્તાર સુધી છે. મુદે કિસાન સંઘના નેતાઓને ચૂપ રહેવાનો તેમના હાઇકમાન્ડે આદેશ આપ્યો છે. તેવું જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વી.કે. હુંબલની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.