તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લખપતમાં 50 વૃક્ષોનું વાવેતર કરી જન્મદિનની ઉજવણી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લખપતમાં 50 વૃક્ષોનું વાવેતર કરી જન્મદિનની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરહદીકચ્છ જિલ્લાના છેવાડાના લખપત તાલુકામાં યુવા ભાજપ ઉપપ્રમુખે પોતાના વતન પુનરાજપુરમાં જન્મદિવસ નિમિત્તે ગામની પ્રાથમિક શાળા, સમાજવાડી અને ગામના દરેક ઘરમાં એક-એક વૃક્ષનું વાવેતર કર્યું હતું.

પ્રસંગે ભાજપ ઉપપ્રમુખ દિપક રેલોને જણાવ્યું કે, જિલ્લાનો સરહદી તાલુકો વર્ષોથી અનિયમિત વરસાદથી પીડાઇ રહ્યો છે. તેનું મુખ્ય કારણ વૃક્ષોનું પ્રમાણ ઓછું હોવાથી ઓઝોન વાયુમાં ગાબડાં પડવાથી વાદળો ફંટાઇ જાય છે અને વરસાદ આવતો નથી. પરિણામ સ્વરૂપે છેલ્લા 3 વર્ષથી તાલુકો દુષ્કાળની થપાટ ભોગવી રહ્યો છે અને 4થા વર્ષે પણ વાદળો બંધાય છે પણ વેગીલા વાયરા ખેંચી જતાં હોવાથી અછતનો ખતરો તોળાઇ રહ્યો છે. સ્થિતિને સુધારવા માટેના પગલાં સ્વરૂપે મેં જન્મદિવસની રીતે ઉજવણી કરવાનું નક્કી કર્યું.

શાળામાં વૃક્ષારોપણ પ્રસંગે જો કે શાળાના આચાર્યે પાણીની વિકટ સમસ્યા પ્રત્યે ધ્યાન દોરી છોડવાંને પાણી કેવી રીતે પીવરાવવું તેની રજૂઆત કરતાં દિપકભાઇએ વૃક્ષો માટે નિયમિત રીતે પાણી મળી રહે તે માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવાની ખાતરી આપી આસપાસના ઉદ્યોગોની મદદ લઇને છોડવાંઓને ટપક સિંચાઇ પદ્ધતિથી પાણી મળી રહેશે.

લખપત તાલુકા ભાજપના ખજાનચી પ્રવિણ ઠક્કર, યુવા સામાજિક કાર્યકર કપિલ રૂપારેલ વગેરે હાજર રહ્યા હતા.

જન્મદિન નિમિતે વૃ્ક્ષારોપણ કરી રહેલા યુવા ભાજપના ઉપપ્રમુખ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો