તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રવાપરમાં 555 દર્દીઓએ મેડિકલ કેમ્પનો લીધો લાભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રવાપરમાં 555 દર્દીઓએ મેડિકલ કેમ્પનો લીધો લાભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોહાણામહાજન વાડી ખાતે સોમૈયા સર્વોદય ટ્રસ્ટ નખત્રાણા તેમજ ધી પી.એમ.પી. એસોસિયેશન ઓફ ઇન્ડિયાના સહયોગ તેમજ મફત દવાના દાતા નવીનભાઇ આઇયા તેમજ રવાપર ગણેશ યુવક મિત્ર મંડળના સહયોગથી ફ્રી મેગા મેડિકલ કેમ્પનું આયોજન હાથ ધરાયું હતું. જેમાં 555 દર્દીઓ લાભ લીધો હતો.

પ્રથમ કેમ્પમાં દીપ પ્રાગટ્ય તા.પં.વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઇ રૂપારેલ, ડો.ભાવિકાબેન પી.સોમૈયા, ડો.સી.એસ.રાવ, ડો.અશ્વિન તુલસીદાસ લિંબાણી, ડો.એમ.એ.ગઢવી, ડો.દિલીપભાઇ ભેડા, ડો.નાગજીભાઇ રબારી, ડો.પટેલ (માતાના મઢ) અને દાતા વતી અનિલભાઇ જોબનપુત્રા, તરુણભાઇ રાજદે, પિયૂષભાઇ સોમૈયા હસ્તે કરાયું હતું.

આવેલ મહેમાનોનું સ્વાગત મંડળના પ્રમુખ વિનોદભાઇ અનમ, ઉપસરપંચ જેઠાલાલ યાદવ, નાગવીરી સરપંચ મુળજીભાઇ સંજોટ, ઘડાના માજી સરપંચ, વિનોદપુરી ગોસ્વામી, ઉપસરપંચ ઇસ્માઇલભાઇ નોતિયાર, વિનોદભાઇ સોની, વેલુભા ગોહિલ, જેન્તીલાલ મોઢ, રતનશીભાઇ ચંદન, રમેશદાન ગઢવી, પ્રકાશ જોષી હસ્તે કરાયું હતું. કેમ્પમાં જનરલ દર્દી 225, સ્ત્રીરોગ 160, દાંત 90 અને ડાયાબિટીસના 80 એમ કુલ 555 દર્દીઓએ લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો