તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છમાં લોજપા પોતાનું સંગઠન વિસ્તૃત કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છમાં લોજપા પોતાનું સંગઠન વિસ્તૃત કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
લોકજન શક્તિ પાર્ટીને રાષ્ટ્રીય સ્તરે લઇ જવા માટે પક્ષના અધ્યક્ષે આપેલાં એલાનને પગલે ભુજમાં મળેલી બેઠકમાં સંગઠનને વિસ્તારવા ઠરાવાયું હતું. પાર્ટી અધ્યક્ષ રામવિલાસ પાસવાને કરેલા આહવાન બાદ ભુજમાં આયોજિત બેઠકમાં 500 જેટલા કાર્યકરો જોડાયા હતા. કચ્છ-સૌરાષ્ટ્રના પ્રભારી સતાર માંજોઠી અને સહ પ્રભારી હીરાબેન વણઝારાએ સભ્ય નોંધણી ઝુંબેશને વેગ આપવા હાકલ કરી હતી. પક્ષમાં નવા જોડાયેલા સભ્યોને આવકારાયા હતા. ગુજરાત મહામંત્રી ગીતાબેન સિંહોણ, દલપત વણઝારા, રામજી પટેલ, બશીર મોગલ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના મહિલા પ્રમુખ પદે મીનાબા જાડેજા, મહામંત્રી કેસરબેન ચાવડા, ઉપપ્રમુખ પ્રેમીલા રાજગોર અને મંત્રીપદે મુમતાજબેન ઉન્નડની વરણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો