Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નખત્રાણા તા.માં શૌચાલયનો લક્ષ્યાંક પૂરો કરનારા ગામને એટીવીટીના વર્ક ઓર્ડર નહી
નખત્રાણાતાલુકા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારીએ કર્મચારીઓને છેલ્લા 1 વર્ષમાં સોંપાયેલી કામગીરીનો 3 કલાક સુધી રિવ્યૂ લીધો હતો. જેમાં તલાટીઓને તાકીદ કરી હતી કે, શૌચાલયનો લક્ષ્યાંક પૂરો કરનારા ગામને એટીવીટીના વર્ક ઓર્ડર આપવામાં નહી આવે.
જિલ્લા વિકાસ અધિકારી સી. જે. પટેલે વધુમાં કહ્યું હતું કે, જે ઘર માલિકોએ શૌચાલય બનાવવા માટે એક બે હપ્તા લઇ લીધા છે અને શૌચાલય બનાવ્યા નથી તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની રહેશે. તેમણે વૃક્ષા રોપણ ઉપર ભાર મૂકતા કહ્યું હતું કે, દરેક ગ્રામ પંચાયત 200 વૃક્ષો ફરજિયાત વાવે. દરેક ગ્રામ પંચાયતોને કડક ચેતવણી અપાઇ હતી કે, ક્યાય પણ સીમતળ, ગૌચર ઉપર દબાણ હોય તો મામલતદાર, ટી.ડી.ઓ. અને પોલીસને સાથે રાખીને દૂર કરવા. ડીડીઓ સી.જે. પટેલે કબુલ્યું હતું કે, કચ્છમાં બિદડા જેવી કામગીરી ક્યાય પણ કરવામાં આવી નથી.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઇ સોમજીયાણી, વસંતભાઇ વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ રાજેશભાઇ પલણ, રવિભાઇ નામોરી, ટી.ડી.ઓ. દેવેન્દ્રભાઇ ઘેડા, જિલ્લા પંચાયતના અધિકારીઓ, તાલુકા પંચાયતના અધિકારીઓ, સરપંચો, તલાટીઓ હાજર રહ્યા હતા.