તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છના વીજવડાએ ધરતીપુત્રોને ચોર કહેતાં ફેલાયો વ્યાપક રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છના વીજવડાએ ધરતીપુત્રોને ચોર કહેતાં ફેલાયો વ્યાપક રોષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તાજેતરમાંપશ્ચિમ કચ્છના વીજ વડાએ એચપી ટેરીફ સાથે ખેતીવાડીનું વીજ જોડાણ ધરાવતા ખેડૂતો વીજ ચોરી કરે છે, તેવા આપેલા અખબારી નિવેદન પ્રત્યે કચ્છભરના ધરતીપુત્રોમાં રોષ ફેલાયો છે. ભુજમાં કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘની મળેલી જિલ્લા કારોબારી બેઠક ઉપસ્થિત કચ્છભરના ધરતીપુત્રોએ વીજ કંપની પૂરતી સેવાઓ આપે પછી નિવેદનબાજી કરાય તેવી પ્રબળ માંગ કરી હતી.

પ્રમુખ હંસરાજભાઇ કેસરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કિસાનોએ રોષપૂર્વક કહ્યું હતું કે, માત્ર ને માત્ર ખેડૂતો વીજ ચોરી કરે છે, તેમાંય એચપી ટેરીફવાળા જોડાણોમાં કરોડોની વીજ ચોરી કરાય છે, તેવું વીજ વડાએ અખબારી નિવેદન આપ્યું છે, પણ વાસ્તવિક સ્થિતિ કાંઇક ઓર છે. છેલ્લા 30 વર્ષથી એજી ફિડરોના વાયરો કે ડિસ બદલાઇ નથી, તેમ છતાં નવાઇની વાત તો છે કે, ચોપડા પર કામગીરી પૂરી થઇ ગઇ હોવાનું દર્શાવાય છે. હકીકતમાં જૂના અને જર્જરિત વીજ વાયરો વારંવાર સંપર્ક થતા હોવાથી લાઇન લોસ આવે છે.

કચ્છમાં તમામ કેટેગરીના આશરે પાંચ લાખ જેટલા વીજ ગ્રાહકો છે. તે પૈકી ત્રણ કેટેગરીમાં 50 હજાર જેટલા એજી કનેક્શન છે. વીજ વડાના કહેવા મુજબ ખેતીવાડીના 20 હજાર જેટલા એચપી કનેક્શનમાં 30 ટકા લેખે કરોડોનો લોસ છે. બિનપયેદાર ગણિત સાથેની વાત પણ કોઇના ગળે ઉતરે તેવી નથી. ઉપરાંત ખેડૂતો ચેકિંગનો વિરોધ કરે છે, તેવો આક્ષેપ વીજ વડાએ કર્યો છે, તે પણ વાહિયાત છે. કેમ કે, કિસાન સંઘે ક્યારેય ચેકિંગનો વિરોધ કર્યો નથી, પણ કાર્યવાહી દરમિયાન જે પદ્ધતિ અપનાવાય છે, તેનો વિરોધ કરાય છે કેમ કે અનેક કિસ્સાઓમાં ચેકિંગ વખતે અશિક્ષિત ખેડૂતને તમારી મોટર બરાબર છે, તેમ કહીને 6-8 માસ બાદ વીજ ચોરીના બિલ ઠપકારી દેવાય છે. એટલું નહીં, કરારીત વીજભાર મુજબ મોટર ચાલતી હોય તેમ છતાં 135ની કલમ હેઠળ ખેડૂતોને ખોટી રીતે વીજ ચોર ઠરાવાયા હોવાના દાખલા મોજૂદ છે.

પોતાના ટાર્ગેટ પૂરા કરવા માટે ચેકિંગ કરનારા વીજતંત્ર દ્વારા ખેડૂતોને ચોર કહેવાયા છે, તે બાબત દુ:ખદ છે તેમ જણાવતાં કિસાનોએ ઉમેર્યું હતું કે, એક વર્ષ પહેલાં એસ્ટીમેન્ટની રકમ ભરી છે, તેવા ખેડૂતોને જોડાણ આજ સુધી મળ્યા નથી, સીઓસી, શિફ્ટિંગ તેમજ લોડ વધારો કે ઘટાડો કરવાનો હોય તોયે 12 માસ જેટલો સમય નીકળી જાય છે અનેક વિસ્તારોમાં લો વોલ્ટેજની સમસ્યાના કારણે લાખોનું આર્થિક નુકસાન ખેડુતો વેઠી રહ્યા છે.

બેઠકમાં પ્રદેશ સહમંત્રી ઇશ્વરભાઇ લાખાણી, પ્રદેશ પ્રતિનિધિ સામજીભાઇ મ્યાત્રા, રાધાબેન ભુડિયા, વિઠ્ઠલભાઇ ભીમાણી, જિલ્લા મંત્રી ભીમજીભાઇ કેરાસિયા, કોષાધ્યક્ષ લક્ષ્મણભાઇ વરસાણી, ઉપપ્રમુખ શિવજીભાઇ બરાડીયા, ડાયાભાઇ, રામજીભાઇ તેમજ તાલુકાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતો ચેકિંગનો નહીં પણ તેની પદ્ધતિનો વિરોધ કરે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો