તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સરહદ ડેરી સાથે સંકળાયેલી ભુજ તાલુકાની મંડળીને બોનસ અપાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરહદ ડેરી સાથે સંકળાયેલી ભુજ તાલુકાની મંડળીને બોનસ અપાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કચ્છજીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. -‘સરહદ ડેરી’ સાથે સંકળાયેલી ભુજના ભીરંડીયારા તેમજ ખાવડા ગામ હસ્તકની મંડળીઓનો સંયુક્ત બોનસ વિતરણનો કાર્યક્રમ ભીરંડીયારા ખાતે યોજાયો.

સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલનું જીલ્લા ભાજપ મહામંત્રી બનવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ભીરંડીયારા અને ખાવડા દૂધ શીત કેન્દ્ર સાથે સંકળાયેલી 26 અને 19 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાંથી સૌથી વધુ બોનસ મેળવનાર ત્રણ-ત્રણ મંડળીઓ એમ કુલ 6 મંડળીઓને બોનસના ચેક વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવી. ઉપરાંત બન્ને કેન્દ્રના અનુસંધાને સૌથી વધુ દૂધ ભરાવનાર કુલ 6 પશુપાલકોને બોનસના ચેક તેમજ બરણીઓ અર્પણ કરવામાં આવી. કાર્યક્રમ માં કુલ 45 મંડળીઓને 1 કરોડ 43 લાખ રૂપિયાનું બોનસ વિતરણ કર્યું હતું.

કાર્યક્રમ માં હાજર રહેલ અંદાજિત 600 પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે ભુજ મતવિસ્તાર ના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય, કચ્છ જીલ્લા ભાજપ મહામંત્રી અને કચ્છ કુરિયનનું બિરુદ મેળવનાર એવા સરહદ ડેરી ના સ્થાપક ચેરમેન વલમજી હુંબલ તથા ભુજ તાલુકાના મહામંત્રી જેરામ રબારી, જીલ્લા પં.ના સદસ્ય મિરાશા મુતવા, RBL બેન્કના મેનેજર તથા આગેવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો