તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘કચ્છની તમામ આંગણવાડીઓમાં ડુંગળીના પડની જેમ ક્ષતિઓ ખૂલે છે’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કચ્છની તમામ આંગણવાડીઓમાં ડુંગળીના પડની જેમ ક્ષતિઓ ખૂલે છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજમાંજિલ્લા પંચાયતની કચેરીમાં આઇ.સી.ડી.સી.એસ.ની કચેરી હસ્તક કચ્છની આંગણવાડીઓની વહીવટ છે. જેમાં ડુંગળીના પળની જેમ ક્ષતિઓ એક પછી એક નજરે ચડતી હોવાનું મહિલા, બાળ વિકાસ અને યુવાપ્રવૃત્તિ સમિતિના ચેરપર્સન વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું.

સમિતિના ચેરપર્સન ભાવનાબા પરેશસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કચ્છની 2100 આંગણવાડીઓમાં મોટાભાગે ગરીબ ઘરના નાના ભૂલકાઓ હોય છે. જેમની સારસંભાળ માટે હેલ્પર, વર્કર, સુપરવાઇઝર, સી.ડી.પી.ઓ. અને જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સહિતનો સ્ટાફ છે. જેમાંથી સુપરવાઇઝર અને સી.ડી.પી.ઓ.ને તો ખૂબ સારો પગાર અપાતો હોય છે. આંગણવાડીની બાળકોથી લઇને કર્મચારીઓ સુધીની માહિતી માગતા આજ દિવસ સુધી આપવામાં આવી નથી. જો કર્મચારીઓ સાચા હોય તો માહિતી આપવામાં વિલંબ શા માટે કરે છે સમજાતું નહોતું. જેથી તપાસ કરતા માલૂમ પડ્યું કે, ફિલ્ડના કર્મચારીઓ કચેરીમાં પડ્યા પાથર્યા રહેતા હતા. સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટમાંથી બાળકોને નાસ્તો, ભોજન, રમકડા સહિતની ચીજવસ્તુઓ મળે છે કે, નહીં તેની જાત તપાસ કરવા આંગણવાડીમાં તપાસ કરતા માલૂમ પડ્યું કે, ચોપડે તો બધું મળ્યાનું ચડે છે, પરંતુ આંગણવાડીમાં બાળકો ચીજવસ્તુઓથી વંચિત છે. બાળકોને મેનુ પ્રમાણે નાસ્તો અને ભોજન મળતા નથી. જેમ જેમ ઉંડા ઉતરતા ગયા તેમ તેમ ડુંગળીના પળની જેમ એક પછી એક ક્ષતિઓ સામે આવતી ગઇ. જેમાં ભ્રષ્ટાચાર તરફ શંકાની સોય તકાતી ગઇ. જેથી માહિતી આપવા પાછળના કારણો સ્પષ્ટ થતા ગયા. સ્ટાફની મીટિંગો યોજી ચેરપર્સનને માહિતી આપવા પણ સૂચના અપાતી રહી છે, પરંતુ બાળકોના ભોગે ભ્રષ્ટાચાર મને મંજૂર નથી.

25 લાખના રમકડાં દેખાતાં નથી

સમિતિનાચેરપર્સને કહ્યું હતું કે, આંગણવાડીમાં બાળકોને રમવાના રમકડા માટે બે ત્રણ વર્ષ પહેલા 25 લાખ જેટલી રકમ ફાળવાઇ હતી. જે આંગણવાડીમાં દેખાતા નથી. તપાસ કરતા કહેવામાં આવ્યું કે, બાળકોએ રમકડા તોડી નાખ્યા છે. હવે સવાલ છે કે, મોટા ભાગની આંગણવાડીઓ ખૂલતી નથી. બાળકો હોતા નથી. તો પછી રમકડા તૂટી કેમ જાય છે. જો તૂટી ગયા છે તો તૂટેલા રમકડા ક્યાં છે.

રમવાનાસાધનો 1.25 કરોડના ખર્ચે વસાવાયાં હતાં

જાડેજાએવધુમાં કહ્યું હતું કે, સરકારે લપસણી, હિંચકા, ઢિચકઢાના જેવા સાધનો માટે 1.25 કરોડ રૂપિયા ખર્ચાયા હોવાની માહિતી મળી છે. જેની માહિતી પણ માગી છે. હજુ સુધી મળી નથી. માહિતી મળી જાય પછી દરેક આંગણવાડીમાં તપાસ કરવી છે કે, સાધનો વસાવાયા છે કે નહીં.

મહિલા, બાળ વિકાસ અને યુવાપ્રવૃત્તિ સમિતિના ચેરપર્સનની વ્યથા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો