Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કારના નંબરોની સિરીઝ ખૂલી : 7 નંબર માટે મળ્યા રૂા.79, 000
ટ્રાન્સપોર્ટેશન રીપોર્ટર.ભુજ
લાઇટમોટર વ્હિકલ અંતર્ગત કાર પ્રકારના વાહનો માટે બુધવારે આરટીઓના નવા નંબર માટે જીજે-12-ડીએની સિરીઝ ખૂલી હતી. RTOકચેરીમાં યોજાયેલી નંબરોની હરાજી કમ પસંદગી પ્રક્રિયામાં નંબર 7ના રૂપિયા 79 હજાર ચૂકવાયા હતા. કુલ 80 અરજી આવી હતી, જેમાંથી માત્ર ત્રણ નંબરો માટે બોલી બોલાઇ હતી, જ્યારે બાકીની 77 બિનહરીફ રહી હતી. સરકારને કુલ રૂપિયા 9,05,135ની આવક થઇ હતી.
આરટીઓમાં સવારે એઆરટીઓ બી.એમ. સોલંકીની ઉપસ્થિતિમાં કાર જેવા હળવા વાહનો માટે નંબર પસંદગી પ્રક્રિયા યોજાઇ હતી. જીજે-12-ડીએની સિરીઝ ખોલવાની સાથે પસંદગીના તેમજ ગોલ્ડન અને સિલ્વર તેમજ જનરલ સહિતના નંબરો માટે આવેલી 80 અરજીઓ માટે નંબર ફાળવણી કરાઇ હતી, જેમાં નંબર 7ના 79 હજાર સૌથી વધુ બોલાયા હતા. ઉપરાંત નંબર 1 માટે 55 હજાર, 9 માટે 40 હજાર, 9999 માટે 35 હજાર, 555 માટે 31 હજાર, 5 માટે 27555, 123 માટે 21 હજારમાં પસંદગીના દામ ચૂકવાયા હતા.આ પ્રક્રિયા દરમિયાન આરટીઓના વરિષ્ઠ એજન્ટ ઉમર સમા, આરટીઓ ઇન્સ્પેક્ટર પંચાલ, બોરિચા અને પટેલ સાથે રહ્યા હતા.
ગોલ્ડન-સિલ્વર નંબરના કોઇ ઘરાક થયા
સરકારેદામ ચૂકવીને અનામત રાખેલા ગોલ્ડન (રૂપિયા 25 હજાર) અને સિલ્વર (રૂા. 10 હજાર)ના અમુક નંબર માટે કોઇ વાહનચાલક ઘરાક થયા હતા. 786, 7777, 4444 વગેરે જેવા નંબર અેમ ને એમ પડી રહ્યા હતા. કોઇ વાહનચાલક માટે રકમ ફાળવવા તૈયાર થશે, તો નંબરની ફાળવણી કરી શકાશે.
ભુજ RTOમાં યોજાઇ હરાજી : 80માંથી ત્રણ નંબર માટે થઇ બોલી