તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પાણીપુરીના વેચાણ પર ચોમાસાં સુધી પાબંદી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીપુરીના વેચાણ પર ચોમાસાં સુધી પાબંદી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભુજનગરપાલિકાએ શહેરમાં વધતા જતા કમળા અને કોલેરાના કેસો બાદ મહિલાઓની પ્રિય વાનગી પાણીપુરી વેચતા 22 ધંધાર્થીઓને અડફેટમાં લીધા હતા. જેમાંથી તમામ પાસે શુદ્ધ ખાદ્ય પદાર્થ જણાયો નહોતો, જેથી માલસામાન જપ્ત કરી દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી. સુધરાઇ કામગીરી આખું ચોમાસું ચલાવે એવા હેવાલ છે.

સુધરાઇના પદાધિકારીઓએ નવનિયુક્ત પૂર્ણકાલીન મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પા સાથે બુધવારે સાંજે 4:30 વાગ્યે કર્મચારીઓની પરિચય બેઠક યોજી હતી. જેમાં નગરસેવકો અને પદાધિકારીઓને સાથે રાખી શહેરમાં ઠેરઠેર વેચાતી પાણીપુરીવાળાના માલસામાનની ચકાસણી કરવાની કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. સૌથી પહેલાં હિંગલાજવાડી પાસે ઊભતા પાણી પુરીવાળાની ચકાસણીથી કરી હતી. જે કાર્યવાહી સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ચાલી હતી. દરેક પાણીપુરીવાળા પાસેથી વાસી અને ફૂગ કરે એવો માલ મળ્યો હતો. જેથી આવા અખાદ્ય પદાર્થનો નાશ કરાયો હતો અને 13 જેટલી હાથલારીઓ જપ્ત કરવામાં આવી હતી. સમગ્ર કાર્યવાહીમાં નગરપતિ અશોકભાઇ હાથી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા, સેનિટેશન ચેરમેન ધીરેન ઠક્કર, સેનિટેશન શાખાના ચીફ ઇન્સ્પેક્ટર કલ્યાણસિંહ સોઢા, દબાણ શાખાના અધિકારી વિનોદ ગોર, મલેરિયા શાખાના વડા રાજેશભાઇ જેઠી સહિતનો સ્ટાફ જોડાયો હતો.

હાથલારીઓ ઉપાડતાં કર્મચારીઓ ઇનસેટમાં મુખ્ય અધિકારી ચાંડપ્પા, નગરપતિ અશોક હાથી, સેનિટેશન ચેરમેન ધીરેન ઠક્કર.

કઇ-કઇ જગ્યાએ ચકાસણી કરાઇ

ભુજનીહિંગલાજવાડી સામે, હમીરસર તળાવ, ઓલ્ફ્રેડ હાઇસ્કૂલથી છઠ્ઠીબારી રિંગરોડ, બસ સ્ટેશનથી આશાપુરા રિંગરોડ, અનમ રિંગરોડથી શાકમાર્કેટ, હોસ્પિટલ રોડથી તાલુકા પંચાયત કચેરી પાસે, છેલ્લે મંગલમ ચાર રસ્તા પાસે પાણીપુરી વેચતા હાથલારીવાળાના માલસામાનની ચકાસણી કરાઇ હતી.

ગ્રામ પંચાયતો પણ આવી કામગીરી આરંભે

બસસ્ટેશન પાસે સુધરાઇની ટીમ પહોંચી ત્યારે મુસાફરો એકઠા થઇ ગયા હતા. જેમણે આવી કામગીરીની જરૂરિયાત પર ભાર મૂકતાં કહ્યું હતું કે, કચ્છમાં કમળાના રોગે માજા મૂકી છે. જેથી ગ્રામ પંચાયતો પણ આવી કામગીરી હાથ ધરે તે સમયનો તકાજો છે.

જિલ્લામાં કમળાના 280 કેસમાંથી ભુજમાં 239 દર્દી

ઉનાળાનીસીઝન અને ચોમાસાંના પ્રારંભે જિલ્લામાં કમળાના 280 કેસ નોંધાયા છે, જેમાં એકલા ભુજ શહેરમાં 239 દર્દીઓ નોંધાયા છે. જેની પાછળ ગુજરાત ગેસ દ્વારા આડેધડ ખોદકામથી પીવાના પાણીની પાઇપલાઇન તૂટવાનો પણ એક કારણ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

મહિલાઓની પ્રિય વાનગી પર ભુજ નગરપાલિકાએ શહેરના 22 સ્થળે બોલાવ્યો સપાટો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો