• Gujarati News
  • National
  • આજે BSNLના કર્મીઓ રેલીરૂપે આવેદન આપશે

આજે BSNLના કર્મીઓ રેલીરૂપે આવેદન આપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતસંચાર નિગમ દ્વારા કેટલાક ક્ષેત્રમાં ખનાગીકરણ માટે ગતિમાન કરાયેલાં ચક્રોનો વિરોધ કરવા તેમજ અન્ય માગણીઓ બાબતે આજે ગુરૂવારે ભુજમાં બીએસએનએલના અધિકારીઓ-કર્મચારીઓ રેલીરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવશે.મોબાઇલ ટાવર સંચાર નિગમ દ્વારા ઉભા કરાય છે, તેના બદલે કામ ખાનગી કંપનીને સોંપવા હિલચાલ થઇ રહી છે. ઉપરાંત વહીવટને રાજ્યસ્તરે વિભાજીત કરવાનું વિચારાધિન છે. સાતમા પગાર પંચનો અમલ થયો નથી. તમામ મુદ્દે યોગ્ય ન્યાય આપવા આજે તા. 9/3ના 9 યુનિયન દ્વારા દેશવ્યાપી દેખાવનો કોલ અપાયો છે, જેને પગલે ભુજમાં પણ રેલી યોજીને રજૂઆત કરાશે, તેમ કચ્છના પ્રમુખ ભૂપેન્દ્ર ગણાત્રાની યાદીમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...