• Gujarati News
  • National
  • 31 હજારનું પાકિટ સેરવી જનારો આરોપી ઝડપાયો

31 હજારનું પાકિટ સેરવી જનારો આરોપી ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માધાપરગામમાં ગત 28 ફેબ્રુઆરીના ગામના યુવાન પાસેથી ઉછીના રૂપિયા માગી જે આપતાં ધાકધમકી આપી 31 હજારની રોકડ સાથેનું પર્સ ઝૂંટવી જવાના કેસમાં અગાઉ અનેક ગુનામાં પકડાઇ ચૂકેલા રીઢા ગુનેગારને પોલીસે 10 દિવસ બાદ ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે માધાપર ગામમાં રહેતા પાર્થ નરશીભાઇ રાઠોડ 31 હજાર રોકડા પર્સમાં લઇને 28 ફેબ્રુઆરીના સવારે 10 વાગ્યાના અરસામાં પોતાના ઘર તરફ જઇ રહ્યો હતો, ત્યારે મૂળ અંજાર તાલુકાના નાગલપર ગામનો હાલ માધાપર રહેતા ધર્મેન્દ્ર ઉર્ફે ધમો રામજીભાઇ ટાંકે તેને રોકી અને ઉછીના રૂપિયા માગ્યા હતા, જેની પાર્થે ના કહેતાં આરોપીએ મારી નાખવાની ધાકધમકી આપી યુવાનના હાથમાં રહેલું રોકડ રૂપિયા સાથેનું પાકિટ ઝૂંટવી નાસી છૂટ્યો હતો, જે બાબતે ભોગ બનનારા યુવાનને બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ કરી હતી. દરમિયાન, પોલીસ સૂત્રોને મળેલી બાતમીના આધારે આરોપી ધર્મન્દ્ર ઉર્ફે ધમાને બુધવારે દબોચી લીધો હતો. આરોપીની પૂછતાછ હાથ ધરતાં તેણે લૂંટ કરી હોવાની કેફિયત આપી હતી. પોલીસે આરોપી પાસેથી 15 હજાર રિકવર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કામગીરીમાં બી ડિવિઝન પોલીસના દિવ્યેશકુમાર બારોટ, મયૂરસિંહ જાડેજા સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...