• Gujarati News
  • National
  • ભુજમાં ટ્રાવેલ્સ અને અંજારમાં માર્કેટ યાર્ડમાં આઈટીનો સર્વે

ભુજમાં ટ્રાવેલ્સ અને અંજારમાં માર્કેટ યાર્ડમાં આઈટીનો સર્વે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નોટબંધીબાદ પોતાના ખાતામાં જમા કરાયેલા હિસાબ વગરના નાણાં અંગે આઈટી વિભાગે મોકલેલા એસએમએસ અને ઈ-મેલનો પ્રત્યુત્તર કરનારાઓ પર આઈટી વિભાગ દ્વારા કાર્યવાહીનો આધિકારીક રીતે પ્રારંભ કરાયો છે. ભુજમાં ટ્રાવેલ્સ અને અંજારમાં માર્કેટ યાર્ડમાં એક સ્થળે આઈટી વિભાગે સર્વેની કામગીરી આરંભી હતી.

સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ભુજમાં બાલાજી ટ્રાવેલ્સ અને અંજારમાં આદર્શ ટ્રેડર્સ માર્કેટ યાર્ડમાં ઈન્કમ ટેક્સ વિભાગની ગાંધીધામ શાખા દ્વારા સર્વેની કામગીરી આરંભાઈ હતી. નોટબંધી બાદ પહેલા રાઉન્ડમાં જેમણે પોતાના આર્થિક રીપોર્ટ સાથે મેળ ખાતા 500 જેટલા ખાતા પર આવકવેરા વિભાગે વોચ ગોઠવી છે.

જેમને એસએમએસ અને ઈ-મેલ મારફત રકમ વિશે દસ્તાવેજો સાથે ઓનલાઈન ખુલાસો આપવા જણાવાયું હતું, જેમણે તેનો પ્રત્યુત્તર નથી આપ્યો તેમના પર આઈટી વિભાગે કાર્યવાહીનો આરંભ કર્યો હતો. માલિકીની પેઢી ધરાવતા વેપારીઓ દ્વારા પોતાના ખાતામાં વધુ નાણાં જમા કરાવવાના કારણે આઈટી વિભાગે મેસેજ મુક્યો હતો.

ભીમાસરમાં ટેલિકોમમાં પણ કરાયો હતો સર્વે

અંજારતાલુકામાં આવેલા ભીમાસર (ચ)માં આવેલા હર્ષ ટેલિકોમમાં બુધવારે આવકવેરા વિભાગે સર્વેની કામગીરી કરી હતી. આમ, નોટબંધી બાદ જમા થયેલા નાણાં સંદર્ભે ગાંધીધામ સ્થિત કચેરી દ્વારા ત્રણ કાર્યવાહી કરાઈ હતી. હજુ ભવિષ્યમાં આઈટીની નોટિસનો પ્રત્યુત્તર આપનારાઓ પર સર્વે હાથ ધરાય તેવી સંભાવના આંતરિક સૂત્રોએ વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...