• Gujarati News
  • National
  • ભુજ |ભુજના મહાદેવ નાકા પાસે બુધવારે સવારે જાહેરમાં ઘાસચારો વેચવા

ભુજ |ભુજના મહાદેવ નાકા પાસે બુધવારે સવારે જાહેરમાં ઘાસચારો વેચવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ |ભુજના મહાદેવ નાકા પાસે બુધવારે સવારે જાહેરમાં ઘાસચારો વેચવા મુદ્દે મહિલા અને પ્રૌઢ વચ્ચે ચકમક ઝરી હતી અને મામલો બીચકતાં લોખંડના પાઇપ, લાકડી અને પથ્થરોથી મારામારી થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. દ્વારકાધિશ મંદિરમાં રહેતા જીતેન્દ્રભાઇ કિશોરકાંત શાહ (ઉ.વ.58)ની ફરિયાદને ટાંકીને જણાવ્યું હતું કે, મહાદેવ નાકામાં જાહેરમાં રોડ પર ઘાસચારો વેચતી ઝવેરબેન કાનજી ભીલને ના પાડતાં તે ઉશ્કેરાઇ ગઇ હતી અને ગાળાગાળી કરી જીતેન્દ્રભાઇને લાકડી, પથ્થરોથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, તો પ્રતિ ફરિયાદમાં સરપટનાકે રહેતા ઝવેરબેન કાનજી ભીલને ઘાસચારો વેચવાની ના કહી જીતેન્દ્રભાઇએ ગાળો આપી લોખંડના પાઇપથી માર મારી ઇજાઓ પહોંચાડી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બન્ને પક્ષની ફરિયાદ નોંધી ડિવિઝન પોલીસના એઅેસઆઇ કાંતુભાઇ પટેલે આગળની તપાસ હાથ ધરી છેે.

ડખો | જાહેરમાં ઘાસચારો વેચવા મુદ્દે પુરૂષ અને મહિલા બાખડ્યા

અન્ય સમાચારો પણ છે...