તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નખત્રાણામાં થઇ વધુ એક કારમાંથી થેલાની ઉઠાંતરી

નખત્રાણામાં થઇ વધુ એક કારમાંથી થેલાની ઉઠાંતરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાવિસ્તારમાં પદયાત્રીઓના સ્વાંગમાં આવેલી મનાતી તસ્કર ટોળકીએ તરખરાટ મચાવ્યો છે, બે દિવસમાં ત્રણ ત્રણ કારમાંથી હાથફેરો કરી રોકડ અને સર-સામાનની ઉઠાંતરી કરી જતાં ચકચાર મચી જવા પામી છે, બનાવને પગલે સફાળી જાગેલી પોલીસે 25 હથિયારધાર પોલીસની ટીમને 24 કલાક રોડ અને કેમ્પ પર પહેરો લગાવી દેવામાં આવ્યો છે. બુધવારે નખત્રાણાના બે અલગ-અલગ વિસ્તારોમાં કારના કાચ તોડીને તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં ગામના બસ સ્ટેશન પાસે ભરચક ભીડ વચ્ચે કારનો માલિક કેમ્પમાં થોડી વાર

...અનુસંધાનપાના નં.6

વાતેચડ્યો અને 2.41 લાખ ભરેલો થેલો આંચકી ગઠિયો ભાગી છૂટ્યો હતો અને તે દિવસે અન્ય એક કારના કાચ તોડી બારીમાંથી થેલો ઉઠાવ્યાનો બનાવ બન્યો હતો, પરંતુ તેમાં રોકડ સિવાય ચેક બૂક અને અન્ય કાગળો હતા, જેથી પોલીસ દફ્તરે ગાડીના માલિકે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું, અા બનાવ હજુ તાજો છે, ત્યાં ગુરુવારે સવારે વધુ એક કારમાંથી થેલો ઉઠાવી જવાની ઘટના સામે આવી હતી. નખત્રાણાની ભુજ કોમર્શિયલ બેંક નીચે કારનું સ્પેરવ્હીલ બદલાવી રહેલા કચ્છ બહારથી આવતા શ્રાદ્ધાળુની ગાડીમાંથી ગઠિયો થેલો ઉપાડી ગયો હતો. જોકે, તેમાં રોકડ હતી, એક લેપટોપ અને કપડાની જોડ હતી, કાર માલિક બહારનો હોવાનથી પોલીસ ફરિયાદ કરી હતી, ઉપરાછાપરી ચોરીના બનાવથી નખત્રાણા પોલીસે રોડ અને કેમ્પમાં કડક જાપ્તો ગોઠવી સતત પેટ્રોલિંગ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

સુખપરમાં દુકાન અને મકાનમાં ચોરી : પોલીસ ચોપડે નીલ

ભુજનાસુખપર ગામના જૂનાવાસમાં મકાનમાં મંગળવારે રાત્રે નિશાચરો હાથફેરો કરી ગયા હતા, પરંતુ મકાન માલિકે ચોરી અંગે ચૂપકિદી સેવી લેતાં મામલો પોલીસમાં પહોંચ્યો હતો, જ્યારે બુધવારે સુખપર જતા રેલવે પાટા નજીક એક દુકાનમાં બુધવારે રાત્રે તસ્કરોએ દુકાનને નિશાન બનાવી હતી, શટર તોડી ચોરીનો પ્રયાસ થયો હતો. જોકે, ઘટના પણ પોલીસ સુધી પહોંચી હતી.

{બેગમાં રાખેલા લેપટોપ અને કપડાની જોડી ઉઠાવી ભાગી છૂટ્યો { બે દિવસમાં 3 કારમાંથી ચોરી થતાં 24 કલાક હથિયારધારી પોલીસ ટુકડી રખાઇ તૈનાત

અન્ય સમાચારો પણ છે...