તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સણોસરામાં મધ્યાહન ભોજન રાંધતી વખતે કૂકર ફાટતાં મહિલાનું મોત

સણોસરામાં મધ્યાહન ભોજન રાંધતી વખતે કૂકર ફાટતાં મહિલાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનાસણોસરા ગામે પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન બનાવતી વખતે પ્રેસર કૂકર ફાટતાં માથામાં ગંભીર ઈજા થવાથી તેમજ દાઝી જતાં મહિલાને સારવાર કારગત થાય તે પહેલાં મોતને ભેટી હતી.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સણોસરા ગામે આવેલ પ્રાથમિક શાળામાં બાળકો માટે રસોઈ બનાવવાનું કામ કરતા સણોસરા ગામના જશુબેન પાલાભાઈ રબારી (ઉ.વ.32) ગુરૂવારે સવારે 11:30ના અરસામાં રસોઈ બનાવતી હતી, ત્યારે અચાનક પ્રેસર કૂકર ઉડીને તેના માથા પર પડતા ગંભીર ઈજાઓ થઈ હતી અને કૂકર ફાટતાં શરીના ભાગે દાઝી જતાં સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં તબીબે મૃત જાહેર કરતા માનકૂવા પોલીસે અકસ્માત મોતનો બનાવ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. હતભાગી જશુબેન રબારી આંગણવાડીમાં હેલ્પર તરીકે કામ કરતા હતા અને તેમનાં મોતથી પરિવારનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...