તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વેકેશનમાં યુનિ.ની લેવાનારી પરીક્ષાથી છાત્રો મૂંઝવણમાં

વેકેશનમાં યુનિ.ની લેવાનારી પરીક્ષાથી છાત્રો મૂંઝવણમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છયુનિવર્સિટી દ્વારા આગામી દિવાળી વેકેશનના સમયગાળામાં પરીક્ષા લેવાની જાહેરાત બાદ વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મૂંઝવણમાં મુકાયા હોવાનું સામે આવી રહ્યું છે.

પરીક્ષાઓ દિવાળી વેકેશન બાદ 9થી 17 નવેમ્બર સુધી તથા અન્ય વિભાગની પરીક્ષાઓ 19થી 27 નવેમ્બર સુધી લેવામાં આવવાની હોવાથી વખતે યુનિવર્સિટીના છાત્રોનો દિવાળીનો તહેવાર વાંચનમાં જશે, તેથી વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં મહદઅંશે કચવાટ જોવા મળ્યો હતો, સિવાય જે છાત્રોએ વેકેશનને ધ્યાને રાખી બહાર ફરવા જવા માટે ટિકિટોનું બુકિંગ અગાઉથી કરાવી રાખ્યું છે, તેઓને મુસાફરીના આયોજનમાં ફેરફાર કરવો પડશે. યુનિર્વસિટીના ઇન્ચાર્જ પરીક્ષા નિયામક ડો. ગિરીન બક્ષીએ પરીક્ષાને લગતી માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...