તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભાડું નક્કી નથી અને 2 ઓક્ટોબરે ICU મોબાઇલ વેનનું થશે લોકાર્પણ !

ભાડું નક્કી નથી અને 2 ઓક્ટોબરે ICU મોબાઇલ વેનનું થશે લોકાર્પણ !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજનગરપાલિકામાં 2જી ઓક્ટોબરે આઇ.સી.યુ. મોબાઇલ વેનનું લોકાર્પણ કરવામાં આવશે, પરંતુ સેવાના દર 5મી ઓક્ટોબરે કારોબારીની બેઠકમાં નક્કી થશે, જેથી 3 દિવસ સુધી એમ્બ્યુલન્સ મનસુફી ઉપર દોડશે.

સામાન્ય રીતે આરોગ્યને લગતા ખર્ચ માટે નગરપાલિકાને 14મા નાણાપંચમાંથી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોય છે, જેમાં ભુજ સુધરાઇને 16 લાખના ખર્ચે આઇ.સી.યુ. મોબાઇલ એમ્બ્યુલન્સ મળી છે, જેનું લોકાર્પણ 2જી ઓક્ટોબરે થવાનું છે, પરંતુ હજુ સુધી કિ.મી. દીઠ ચાર્જ નક્કી નથી થયો, જે 5મી ઓક્ટોબરે કારોબારીની મીટિંગ મળશે ત્યારે નક્કી કરવામાં આવશે, જેથી વચ્ચેના 3 દિવસ સુધી ઇમર્જન્સીમાં દર્દી પાસેથી કેટલી રકમ વસૂલવી તે સત્તાધિકારી અને પદાધિકારીની વિવેકબુદ્ધિ ઉપર નિર્ભર રહેશે.

નગરપતિ અશોક હાથીએ કહ્યું હતું કે, નહીં નફો, નહીં નુકસાનના ધોરણે સેવા આપવાની હોવાથી કિ.મી. દીઠ ઇંધણ, મેઇન્ટેનન્સ ખર્ચ, નિભાવ ખર્ચ વગેરેની ગણતરી ધ્યાનમાં લઇ ચાર્જ વસૂલવામાં આવશે, જેમાં અગાઉ એમ્બ્યુલન્સની સેવા માટે જે ચાર્જ વસૂલવામાં આવતા હતા તેનાથી સ્હેજ વધારે દર નક્કી થશે. મુખ્ય અધિકારી ગોવિંદ ચાંડપ્પાએ જણાવ્યું હતું કે, હજુ 2જી ઓક્ટોબરે લોકાર્પણ છે. અે પહેલાં પદાધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવશે, જેમાં 5મી ઓક્ટોબર પહેલાં કોઇ ઇમર્જન્સી કેસ આવે, તો કેટલી રકમ વસૂલવી તે નક્કી કરી લેવાશે. આખરે તો માનવતાના ધોરણે સેવા દેવાની છે.

અત્યાધુનીક એમ્બ્યુલન્સ

દર્દીને નહીં નફો, નહીં નુકસાનના દરે જિલ્લા બહારની હોસ્પિટલમાં લઇ જવાની સેવા મળશે

5મીએ ભુજ નગરપાલિકાની કારોબારીની બેઠકમાં નિર્ણય લેવાશે

અન્ય સમાચારો પણ છે...