તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કચ્છ પાટીદાર અનામત સમિતિના પ્રભારી સહિતના 9 છેડો ફાડ્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કચ્છ પાટીદાર અનામત સમિતિના પ્રભારી સહિતના 9 છેડો ફાડ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હાર્દિક પટેલની નીતિ-રીતી સામે વિરોધ નોંધાવાયો

ભાસ્કર ન્યુઝ. ગાંધીધામ

હાર્દિકપટેલ સામે તેની નીતિ-રીતીના વિરોધમાં સુરતમાંથી પાસના અગ્રણીએ રાજીનામું આપ્યા બાદ કચ્છમાં પણ તેના પ્રત્યાઘાત પડ્યા છે. બુધવારે કચ્છ પાટીદાર અનામત સમિતિના પ્રભારી સહિતના અન્ય તાલુકાના કન્વીનરો સહિતના 9 રાજીનામા આપ્યાનો દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બીજી બાજુ, છએ

...અનુસંધાન પાના નં. 6

તાલુકાના કન્વીનરો હાર્દિક પટેલ સાથે હોવાનો પણ બીજા ગૃપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે.

કચ્છ પાટીદાર અનામત સમિતિના પ્રભારી મુકેશ પટેલે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સમાજના હિતમાં અમે કામ કરતા હતા. હાર્દિકને પણ તે અંગે અમે સમજાવતા હતા. પોલીટીકલ પાર્ટી સાથે અમે કોઇ નથી પરંતુ સમાજના હિતમાં સાથે છીએં તેમ જણાવ્યું હતું. આંદોલનમાં સરખો ભોગ સમાજના હિતમાં ભેગા થયેલા અમે લોકોએ આપેલો છે. અગાઉ સુરતમાં નિખિલ સવાણીએ હાર્દિક પટેલની નીતિના વિરોધમાં પાસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે હું અને મારી ટીમના 6 કન્વીનર, જિલ્લા કન્વીનર, પ્રવક્તા સહિતના 9 સભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. હાર્દિક પટેલ સમાજના હિતના ટ્રેકમાં આવશે તો અમો પાછા સાથે રહેશું જ્યારે બીજી તરફ, પાટીદાર અનામત આંદોલન સમિતિ કચ્છ જિલ્લાના કન્વીનર જીતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તેઓ ઉપરાંત અશ્વીન રામાણી, હિતેશ પટેલ, કાંતી પટેલ, રમેશ પટેલ, વીરજી પટેલ, વિનોદ માકાણી, કાંતી અમૃતીયા, ચિરાગ પટેલ, રમેશભાઇ તમામ હાર્દિક પટેલની ટીમમાં સાથે છીએં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો