તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સંત સુરદાસ પેન્સન યોજના’ હેઠળ વિકલાંગોને વધુમાં વધુ લાભ આપો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત સુરદાસ પેન્સન યોજના’ હેઠળ વિકલાંગોને વધુમાં વધુ લાભ આપો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદસ્થિત ડિસેબિલિટી એડવોકસી ગ્રુપ જે રાજયના વિકલાંગોના હકક માટે કામ કરતી સંસ્થા છે.અને સંત સુરદાસ યોજના રાજયના મહતમ વિકલાંગોને લાગુ પડતો એક મહત્વનો મુદો છે.તેમજ અન્ય મુદાઓને ધ્યાને લઇ આજે કલેકટરને આવેદન સુર્પત કરવામાં આવશે.

અંગે સંસ્થાની યાદીમાં જણાવ્યા પ્રમાણે એડવોકસી ગ્રુપ છેલ્લા કેટલાક વર્ષોથી વિકલાંગ વ્યકિતઓને બી.પી.એલ.યાદીમાં સમાવવા માટે પ્રયાસો કરી રહયું છે.જે અંતર્ગત રાજયના 60 ટકા વિકલાંગો અતિશય ગરીબીયુકત જીવન જીવી રહયા છે અને અંતરીયાળ વિસ્તારોમાં વસવાટ કરી રહયા છે,તેઓને બી.પી.એલ.કાર્ડન મળતા તેઓ છેવટે અંત્યોદય કાર્ડ મેળવી અનાજ તેમજ અન્ય ખાધ સામગ્રીનો લાભ મેળવી રહયા છે.

ગરીબીયુકત જીવન જીવતા વિકલાંગ બાળકો કે વ્યકિતઅો અંત્યોદય કાર્ડ ધરાવતા તેમજ બી.પી.એલ કાર્ડ ધરાવતા હોવાને કારણે સંત સુરદાસ પેન્શનનો લાભ મેળવી શકતા નથી.તેથી યોજનામાં રાખેલ નિયમમાં ફેરબદલ કરી મહતમ વિકલાંગો લાભ મેળવી શકે તે માટે જરૂરી સુધારા કરવા તેમજ 80 ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવે છે તેમને બધાજ પેન્શન મળે તેવી રજૂઆત કરવામાં આવશે.તેમજ અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતના વિકલાંગોને લાભો મળતા નથી તે અંગે પણ ધ્યાન દોરવામાં આવશે.

સંસ્થા દ્વારા વધુમાં વધુ વિકલાંગોને ઉપસ્થિત રહેવા આહવાન

મુદાનેધ્યાને લઇ એડવોકેસી ગ્રુપે વિકલાંગોને ર્સ્પષતા બે મુદા જેમાં સંત સુરદાસ યોજના અંગે બી.પી.એલ.નો 0.66ના સ્કોરનો નિયમ તેમજ સંત સુરદાસ યોજના હેઠળ મળતી રકમમાં વધારો કરવા આજે બપોરે 12 કલાકે કલેકટર કચેરી ખાતે વધુમાં વધુ વિકલાંગોને હાજર રહેવા સંસ્થા દ્વારા જણાવાયું છે.

અમદાવાદ સ્થિત ગ્રુપ આજે કચ્છ કલેકટરને આવેદન સોંપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો