તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં આપત્તિને લગતી દેશની ત્રીજી રાષ્ટ્રીય કવાયત હાથ ધરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં આપત્તિને લગતી દેશની ત્રીજી રાષ્ટ્રીય કવાયત હાથ ધરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાંકુદરતી આપત્તિના સમયે બચાવ રાહત કામગીરીમાં લોકો, વહીવટી તંત્ર અને સેનાની ત્રણે પાંખ વચ્ચે સંકલન જળવાઇ રહે તે હેતુથી વડા પ્રધાન દ્વારા અમલી બનાવાયેલા એચએડીઆર કાર્યક્રમ અંતર્ગત ભુજમાં દેશની રાષ્ટ્રીય સ્તરની ત્રીજી મોકડ્રીલ યોજાશે. વાયુ સેના દ્વારા તા. 15થી 17 સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ માટે યોજાનારી સંયુક્ત કવાયત માટે બુધવારે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરાઇ હતી.

કુદરતી આફત વખતે બચાવ કામગીરીમાં ભારતીય સેના મહત્વની ભૂમિકા નિભાવતી હોવાથી આવી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા કયાં પગલાં ભરવા તેના માટે સેના દ્વારા સંયુક્ત કવાયત શરૂ કરાઇ છે. ભુજમાં એરફોર્સ દ્વારા ત્રિદિવસીય સંયુક્ત કવાયત હાથ ધરાશે જેમાં સ્થાનિક વહીવટી તંત્ર, પોલીસ, એનસીસી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પણ તેમાં જોડાશે. મોકડ્રીલને લઇને બુધવારે ભુજમાં કલેક્ટર મુકુલ ગાંધીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં એફોર્સના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે વિવધ મુદ્દે વિચાર વિમર્શ કરાયો હતો.

ભુજમાં યોજાનારી મોકડ્રીલ માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી.

એરફોર્સ દ્વારા 15મી સપ્ટેમ્બરથી ત્રણ દિવસની સંયુક્ત મોકડ્રીલ

કેન્દ્ર સરકારના એચએડીઆર કાર્યક્રમ અંતર્ગત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો