તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • જૈન ધર્મના પવિત્ર એવા પર્યુષણ માસના સમાપને ભુજમાં આદિનાથ જિનાલયથી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન ધર્મના પવિત્ર એવા પર્યુષણ માસના સમાપને ભુજમાં આદિનાથ જિનાલયથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈન ધર્મના પવિત્ર એવા પર્યુષણ માસના સમાપને ભુજમાં આદિનાથ જિનાલયથી શોભાયાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઇ-બહેનો જોડાયા હતા. ઉપરાંત અંજારમાં પણ પર્વાધિરાજ પર્યુષણ પ્રસંગે અંજારમાં ગંગાનાકેથી જૈન દેરાસર સુધી વિશાળ શોભાયાત્રા નીકળી હતી. રવાડીમાં 122 આરાધકોની સાથે જૈન સમાજના સ્થાનકવાસી અને દેરાસરવાસી એમ બન્ને ગચ્છના અગ્રણીઓ અને ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા હતા. 122 આરાધકોમાંથી 6 આરાધકોએ માસિક તપસ્યા અને મયંક વરૈયાએ તો 51 ઉપવાસની તપસ્યા કરી ભાવિકોને પ્રેરણા પૂરી પાડી હતી. કલાપ્રભુજી મ.સા. દ્વારા તમામ આરાધકોનું બહુમાન કરાયું હતું. પ્રસંગે સમગ્ર જૈન સમાજે પાંખી પાળી હતી. તસવીર-પ્રકાશભટ્ટ, દેવેન્દ્રસિંહ વાઘેલા

ભુજ અને અંજારમાં પર્યુષણ નિમિત્તે નીકળી શોભાયાત્રા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો