તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ભુજમાં ભારતીય સેનાનો 21 દિવસીય ભરતી મેળો યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજમાં ભારતીય સેનાનો 21 દિવસીય ભરતી મેળો યોજાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જામનગરનાસેના ભરતી કાર્યાલય દ્વારા ભુજની લાલન કોલેજમાં આગામી તા. 5/10થી 25/10 સુધી ભારતીય સેનામાં વિવિધ જગ્યાઓ માટે ભરતી મેળાનું આયોજન કરાયું છે જેમાં પ્રવેશ સમય સવારે ૩:૩૦ કલાકનો રહેશે. જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, તથા દીવ જિલ્લાઓના ઉમેદવારો ભરતીમાં ભાગ લઇ શકશે.

ઇન્ડિયન આર્મીની વેબ સાઈટ www.joinindianarmy.nic.in મા ઓનલાઈન નોંધણી કરાવી વેલીડ એડમીટ કાર્ડ સાથે ભરતી મેળામાં ભાગ લઇ શકાશે. ઓનલાઈન રજીસ્ટ્રેશન 5 ઓગસ્ટથી શરુ થયું છે જે 20/9 સુધી ચાલુ રહશે. સોલ્જર જનરલ, ટેકનીકલ, ક્લાર્ક, ટેકનીકલ નર્સીંગ આસીસ્ટન્ટ, ટ્રેડમેન, હાઉસકીપર અને મેસકીપર સહિતની જગ્યા માટે અરજી કરી શકાશે.

ઉમેદવારોએ પોતાના અભ્યાસના અસલ પ્રમાણપત્રો તથા માર્કશીટ સાથે બે પ્રમાણિત કરેલી નકલ અને લાઈટ કલરના કપડામા અને માથે ટોપી પહેરેલ હોય તેવા તાજેતરના ૧૬ પાસપોર્ટ સાઈઝના ફોટા, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા બોનાફાઇડ સ્ટુડન્ટ સર્ટીફીકેટ, ચારિત્ર્યનું પ્રમાણપત્ર અને રહેણાંક અંગેના પુરાવાનો દાખલો,વધારાની લાયકાત અંગેના પ્રમાણપત્રો અને માર્કશીટ સાથે રાખવાના રહેશે.

વધુ વિગત માટે આર્મી રીક્રુટીંગ ઓફીસ હેલ્પલાઈન નંબર ૦૨૮૮-૨૫૫૦૩૪૬નો કચેરીના કામકાજના દિવસ દરમ્યાન સવારે થી સાંજે સુધી અથવા નજીકની જિલ્લા રોજગાર કચેરીનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

કચ્છ સહિત 17 તાલુકાના ઉમેદવારો ભાગ લઇ શકશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો