તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • માંડવી કોલેજના સ્થાપકના જન્મદિન નિમિત્તે કર્યું વૃક્ષારોપણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંડવી કોલેજના સ્થાપકના જન્મદિન નિમિત્તે કર્યું વૃક્ષારોપણ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માંડવીનીએસ.વી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સ્થાપક સૂરજી વલ્લભદાસની 117મી જન્મજયંતી કોલેજ કેમ્પસમાં વૃક્ષારોપણ કરી ઉજવવામાં આવી હતી.

પ્રસંગે 51 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું હતું. તમામ વૃક્ષોને દત્તક લઇ તેના જતનની જવાબદારી એન.સી.સી. તેમજ એન.એસ.એસ.ના વિદ્યાર્થીઓએ ઉપાડી હતી. કાર્યક્રમમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ સુજાતાબેન ભાયાણી, ચીફ ઓફિસર સંજયભાઇ પટેલ, સત્તાપક્ષના નેતા મેહુલભાઇ શાહ, વિરોધપક્ષના નેતા રફીક શેખ, વી.આર.ટી.આઇ.ના ગોરધનભાઇ પટેલ તેમજ માંડવી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. પી.કે. મહેતાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કોલેજના અધ્યાપક ડો. આર.વી. બસિયાએ કોલેજની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. કોલેજના પ્રિન્સિપાલ ડો. મહેશ બારડે સૂરજી વલ્લભદાસના જીવનની ઝાંખી કરાવતા સ્વાતંત્ર સેનાની, ગૌ ભક્ત, શિક્ષણપ્રેમી તરીકે તેમણે કરેલી વિવિધ પ્રવૃત્તિઓનું વર્ણન કર્યું હતું.

માંડવીની એસવી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના સ્થાપકની 117મી જન્મ જયંતિ નિમિત્તે કેમ્પસમાં એકાવન વૃક્ષનું વાવેતર કરાયું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો