માધાપરના યુવાનને વેપાર-ઉદ્યોગ ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ
ઇન્ડિયનઇકોનોમિક ડેવલોપમેન્ટ એન્ડ રિસર્ચ એસોસિયેશન દ્વારા તાજેતરમાં માધાપરના યુવાનનું વેપાર અને ઉદ્યોગક્ષેત્રે છેલ્લા એક દાયકાથી આપેલા નોંધપાત્ર પ્રદાન બદલ એવોર્ડ આપીને સન્માન કરાયું હતું.તાજેતરમાં દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં માધાપરના ભરત હિંમતદાન ગઢવીને એવોર્ડ સાથે નવાજાયા હતા. રાજ્યભરમાં એફએમસીજી અને ફાર્માસ્યૂટિકલ વેપાર ક્ષેત્રે બહુમાન મેળવનારા ગઢવી સમાજના તેઅો પ્રથમ વ્યક્તિ બન્યા હતા. હાલે તેઓ ભારત ગ્રૂપના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યા છે.