• Gujarati News
  • National
  • ભુજમાં પેસેન્જર બેસાડવા મુદે યુવાન પર પાઇપથી હુમલો

ભુજમાં પેસેન્જર બેસાડવા મુદે યુવાન પર પાઇપથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજના વિડી હાઇસ્કુલ પાસે બુધવારે સાંજે પેસેન્જર બેસાડવા મુદે રિક્ષા ચાલકો વચ્ચે ચકમક જરી હતી, જેમા એકે બીજાને પાઇપ માથામાં મારતાં ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ભુજના કેમ્પ વિસ્તારમાં રાજેન્દ્રનગરમાં રહેતા ગની આમદ માજોઠી (ઉ.વ.33) પોતાની રિક્ષા લઇ વિડી હાઇસ્કુલ પાસે ઉભો હતો ત્યારે રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદે ઝગડો કરી રિક્ષા જી.જે.12 અેવાય 3277ના ચાલકે પાઇપથી ગની માજોઠીને માથામાં ઘા મારતાં ઇજાગ્રસ્ત ગનીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પોલીસે બનાવની નોંધ લઇ આરોપી વિરૂધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...