• Gujarati News
  • National
  • ખાવડાની પ્રા. શાળામાંથી 10 બેન્ચની ચોરી

ખાવડાની પ્રા. શાળામાંથી 10 બેન્ચની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાવડા ખાતે ગૃપ શાળાની પેટા પ્રાથમિક શાળામાંથી ગત 6 જાન્યુઆરીથી 7 જાન્યુઆરી દરમિયાન કોઇ અજાણ્યા શખ્સોએ શાળામાં છાત્રોને બેસવાના 10 બાંકડાઓની ચોરી કરી જતાં શાળા મુખ્ય શિક્ષકે પોલીસમાં લેખિત ફરિયાદ કરી હતી. ખાવડા ગૃપ સેજાની પેટા શાળા શ્રી કૃષ્ણનગર પ્રાથમિક શાળામાં ગત છઠી તારીખથી રવિવાર સુધીના રજાઓના દિવસો દરમિયાન શાળાના વિદ્યાર્થીઓને બેસવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ડેસ્ક (બન્ચ)નંગ 10ની ચોરી કરી ગયા હતા, રજાઓ પુર્ણ થયા બાદ સોમવારે શાળા ખોલી સામેના રૂમમાં જોતાં બેન્ચની ગણતરી કરતાં સમગ્ર ચોરીની ઘટના સામે આવી હતી, તપાસ કર્યા બાદ આખરે કૃષ્ણનગર પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક લીલાબેન સાંજીભાઇએ પોલીસને ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...