કચ્છ યુનિવર્સિટી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છ યુનિવર્સિટી
એક્ટર્નલ બી.એ, બી.કોમ. સેમે 2,4,6 એટીકેટીના ફોર્મ તા.10/2 સુધી રૂા.100 અને તા.17/2 સુધી રૂા. 500 તથા તા.20/2 સુધી 1000 લેઇટ ફી સાથે જમા થશે. ડીઝીટલ માર્કશીટવાળા છાત્રો પરીક્ષાનું ફોર્મ ડાઉનલોડ કરી તેની પ્રિન્ટ કાઢી તેની સાથે માર્કશીટની નકલ જોડી યુનિ.માં સમય મર્યાદામાં સવારે 11થી 2 તેમજ 2:45થી 4 દરમિયાન જમા કરાવવાની રહેશે. નોન ડીઝીટલના છાત્રોએ તમામ પ્રયાસની માર્કશીટ નકલ સાથે રાખવી.

ઔદિચ્ય બ્રહ્મસમાજ મહિલા મંડળ
ઔદિચ્ય બ્રહ્મસમાજ મહિલા પાંખના સભ્યોની હલ્કી કંકુની બેઠક તા.20/1ના સાંજે 4:30 કલાકે ઔદિચ્ય બ્રહ્મસમાજવાડી, શીવકૃપાનગર ખાતે.

પ્રજાસત્તાક દિન વિવિધ સ્પર્ધાઓ
ભુજના નગર જ્ઞાતિના હાટકેશ મહિલા મંડળ દ્વારા પ્રજાસત્તાક દિને બાળકોની રમત ગમત સ્પર્ધાનું આયોજન ભાગ લેનારે સંસ્કૃત પાઠશાળાનો સંપર્ક કરવો.

નાગર જ્ઞાતિના વિદ્યાર્થીઓ જોગ
ભુજના નાગર, નાગર બ્રાહ્મણ, વીસનગરા નાગર જ્ઞાતિના ધો.10, 12ની પરીક્ષાવાળા છાત્રોએ શુભેચ્છા આપવાનો કાર્યક્રમ હાટકેશ સેવા મંડળ દ્વારા યોજાશે.નામો તા.30/1 સુધીમાં ઇલાબેન બી. છાયા પાસે નોંધાવી જવા.

જૈન જાગૃતિ સેન્ટર
ભુજના સભ્યો માટે તા.21/1ના યાત્રા ચાલનાર સભ્યોએ તા.18/1 સુધીમાં પોતાના નામ નોંધાવવા મો.98790 81459.

લાલન કોલેજ ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ
ધાર્મિક કાર્યક્રમ તથા સંગીત સંધ્યા તા.20/1ના પાલારા મહાદેવ મંદિરે. વાહન વ્યવસ્થા સાંજે 5 કલાકે જૈનદાદાવાડીથી પ્રસ્થાન કરશે.

સિનિયર સિટીઝન કાઉન્સિલ
સંસ્થાના સભ્યોએ ભાગ લીધો હોય તા.20/1ના સવસારે 7:30 કલાકે સાંધી દાદા-દાદી પાાર્ક પાસે હાજર રહેવું.

ગાંધી પરીક્ષા અંગે
ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા ગાંધી નિર્વાણ દિને લેવાનારી ગાંધી પરીક્ષાઓની રસીદ માટે છાત્રોએ સંસ્કૃત પાઠશાળાા ખાતે સાંજે 6:30થી 7:30 દરમિયાન સંપર્ક કરવો. વધુ માહિતી માટે મો.70165 70124.

સંસ્કૃત સંભાષણ શિબિર
કચ્છ કલ્યાણ સંઘ સંચાલીત એન્કરવાલા વિદ્યાલય તથા સંસ્કૃત ભારતી, કચ્છ સંયુકત ઉપપ્રમે સંસ્કૃત સંભાષણ શિબિર તા.19/1થી તા.28/1 સુધી સાંજે 5થી 7 દરમિયાન એન્કરવાલા સ્કૂલ, સંતોષ માતા મંદિર પાસે યોજાશે.

માજી મહિલા હોમગાર્ડઝ જોગ
ભુજના માજી હોમગાર્ડઝ મહિલા સભ્યોનું ટુક સમયમાં સ્નેહમિલન યોજાાશે. તે માટે પોતાના નામો જ્યોતીબેન કોઠારી પાસે નોંધાવી જવા. વધુ માહિતી માટે મો.70165 70124 સંપર્ક કરવો.

ગૌધન યાત્રા ગાંધીધામ તાલુકામાં ફરશે
૧૬મી જાન્ય.થી ગાંધીધામ તાલુકામાં પ્રવેશ કરશે. અહીં ૧૮મી જાન્યુઆરી સુધી ફરશે. પ્રથમ દિવસે આદિપુરમાં સાંજે પઃ૩૦થી ૭-૩૦ સુધી અને રાત્રે ૮ થી ૧૦ સુધી અંતરજાળ ગામે ગૌવિજ્ઞાનનું મહાત્મય સમજાવાશે.

જૈન બે નાત મહિલા મંડળ-માંડવી
સંસ્થાના ઉપક્રમે તા.21/1ના સાંજે 5:30થી જૈનપુરી ખાતે આનંદ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. સંપર્ક મો. 94279 76484.

નલિયામાં અબોટી નોખના નૈવેધ
અબોટી (બારમા) નોખના નૈવેધ તા.25/1ના નલિયા ખાતે.

ગાયત્રી શક્તિપીઠ-માધાપર
તા.21/1ના સવારે 7:30 કલાકે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9થી 10:30 નિ:શુલ્ક હોમિયોપેથીક કેમ્પ. તા.22/1ના સાંજે 6 કલાકે ગાયત્રી મંત્ર જાપ ગાયત્રી શક્તિપીઠ, માધાપર ખાતે.

અન્ય સમાચારો પણ છે...