• Gujarati News
  • National
  • ભુજની માતૃછાયા સ્કૂલમાં ડીઈઓ તપાસ કરશે

ભુજની માતૃછાયા સ્કૂલમાં ડીઈઓ તપાસ કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજની માતૃછાયા હાઈસ્કૂલમાં ધોરણ 10ની 10 વિદ્યાર્થિનીઓએ બ્લેડથી હાથ ઉપર કાપા મૂક્યા હતા. જેની પ્રાથમિક તપાસ બાદ હવે જિલ્લા શિક્ષણાધિકારી જાતે તપાસ માટે જવાના છે. માતૃછાયા હાઈસ્કૂલમાં 2જી જાન્યુઆરીએ ધોરણ 10ની 10 વિદ્યાર્થિનીઓએ બ્લેડથી હાથ ઉપર કાપા મૂક્યા હતા, જેથી સંચાલકોએ વાલીઓને બોલાવ્યા હતા અને તેમના બાળકોને સુપરત કરી દીધા હતા. જે મામલો અખબારના પાને ચમક્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રાથમિક તપાસ કરી હતી, પરંતુ આચાર્યાના અગાઉના નિવેદનો અને તપાસ ટીમને આપેલા નિવેદનમાં વિસંગતતા જોવા મળી હતી. જે બાદ હવે જિલ્લા શિક્ષણાધિકારી જાતે રૂબરૂ જઈ માતૃછાયા હાઈસ્કૂલના બનાવની તપાસ કરવાના છે.

અન્ય સમાચારો પણ છે...