તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અંજારમાં‘પ્રમુખસ્વામી મહારાજ માર્ગ’ નામકરણ કરવામાં આવ્યું

અંજારમાં‘પ્રમુખસ્વામી મહારાજ માર્ગ’ નામકરણ કરવામાં આવ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનાઐતિહાસિક શહેર અંજાર મધ્યે બીએપીએસના બ્રહ્મલીન વડા પ્રમુખસ્વામી મહારાજને ભાવાંજલિ આપવા એક માર્ગના નામકરણનો કાર્યક્રમ યોજાઇ ગયો. શહેરનો ધમધમતો માર્ગ બગીચા પાસેના છગનબાપા સર્કલ દેવળીયા નાકાથી શરૂ થઇને બલરામ સર્કલ ગંગા ગેઇટ સુધીના રીંગ રોડનું નામ ‘પ્રમુખસ્વામી મહારાજ માર્ગ’ રાખવામાં આવ્યું હતું.

જેનો આધિકારિક પત્ર સંસદીય સચિવ વાસણભાઇ આહિરે અંજાર પાલિકાના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ભુજ મંદિરના હરિપ્રિયસ્વામીને લોકાર્પણ પ્રસંગે સુપરત કર્યો હતો. પાલિકાના પ્રમુખ પુષ્પાબેન ટાંક, ઉપપ્રમુખ અનિલ પંડ્યા, શાસકપક્ષના નેતા ડેની શાહ, કારોબારી ચેરમેન પ્રકાશ કોડરાણી, જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ ગોવિંદ કોઠારી, આડાના ચેરમેન નીરવ ભારદીયા, કિશોર ખટાઉ અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થામાં બીએપીએસના સંત સ્નેહજીવન સ્વામીના માર્ગદર્શન હેઠળ કચ્છના નિર્દેશક બકુલ મહેતા, અંજાર બેપ્સના સંચાલક સંદીપ ડાભી, મુલજી બાંભણીયા, ભગવાનજી ડાભી જોડાયા હતા.

આધિકારીક પત્ર શ્રીજી ચરણે અર્પણ

દેવળીયા નાકાથી ગંગા ગેઇટ સુધીનો રીંગ રોડ હવે નવા નામે ઓળખાશે

BAPSના બ્રહ્મલીન વડાને કાયમી ભાવાંજલિ અપાઇ

અન્ય સમાચારો પણ છે...