તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સામખિયાળી પદયાત્રી કેમ્પમાં મુસ્લિમોની સેવા

સામખિયાળી પદયાત્રી કેમ્પમાં મુસ્લિમોની સેવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છનીકોમીએકતાને ઉજાગર કરતો વધુ એક કિસ્સો સામખિયાળી ખાતે ચાલતા પદયાત્રી કેમ્પમાં જોવા મળ્યો હતો, જેમાં માના દર્શને જતા પદયાત્રીઓની સેવા મુસ્લિમ ભાઇઓએ કરી હતી. સામખિયાળી પોલીસ, આદેશ મિત્ર મંડળ તથા કે.કે. કાર પોઇન્ટ દ્વારા દેશદેવી મા આશાપુરાના મંદિરે શિશ ઝૂકાવવા જતા લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધા જાળવવા સામખિયાળી ખાતે કેમ્પ ચલાવવામાં આવી રહ્યો છે, જેમાં મંગળવારે આખા કેમ્પનું સંચાલન મુસ્લિમો દ્વારા કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ન્હાવા-ધોવા, જમવાની તેમજ ચા-પાણીની સુવિધા આપવામાં આવી હતી. સિવાય મુસ્લિમ તબીબે યાત્રિકોને ચકાસી દવાઓ આપી હતી.

હિન્દુ મુસ્લિમ સમાજની એકતા જોઇ શ્રદ્ધાળુઓ કહી ઉઠ્યા હતા કે ધન્ય છે કચ્છની કોમીએકતા તેમજ એકતા હર હાલમાં બરકરાર રહે, તે માટે હિન્દુ ભાઇઓએ મા આશાપુરા પાસે પ્રાર્થના કરી તો મુસ્લિમ બિરાદરોએ હાજીપીર પાસે દુવા કરી હતી. આયોજન વ્યવસ્થા જાળવવા પી.એસ.આઇ. એમ.સી. ચૌધરીનો સહકાર મળ્યો હતો.

સેવા કેમ્પમાં કોમી એકતાની સુવાસ

અન્ય સમાચારો પણ છે...