તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિદ્યા સહાયકોને પાંચ વર્ષના અંતે ત્વરાએ પૂરા પગારમાં સમાવવા આદેશ

વિદ્યા સહાયકોને પાંચ વર્ષના અંતે ત્વરાએ પૂરા પગારમાં સમાવવા આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાજેતરમાંમુખ્યમંત્રી વિજય રૂપાણીના ટ્વીટર ટાઉનહોલમાં મોટાભાગના પ્રશ્નો ફિક્સ પગાર નાબૂદ કરવા અથવા તો એનો સમયગાળો ઘટાડવા બાબતે થયા હતા. જેથી મુખ્યમંત્રીએ ફિક્સ પગારના કર્મચારીઓને 5 વર્ષના અંતે તરત નિયમિત મહેકમમાં સમાવવાની ખાતરી આપી હતી. જેના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઇ. જોશીએ રાજ્યના તમામ પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને એક તાકીદનો પરિપત્ર પાઠવ્યો હતો. જેમાં વિદ્યા સહાયકોને 5 વર્ષનો કરારી સમયગાળો પૂર્ણ કર્યા બાદ નિયમિત પગાર ધોરણમાં સમાવવા હુકમો કર્યા હતા. જેમાં વિલંબ થશે તો જવાબદારો સામે કાર્યવાહી હાથ ધરાશે એવું કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ રામસંગજી જાડેજા, મહામંત્રી ભૂપેશ ગોસ્વામીની યાદીમાં જણાવાયું હતું.

કચ્છમાં હજુ અમલ નથી થયો

સૂત્રોએજણાવ્યું હતું કે, કચ્છમાં 2016ની 5મી સપ્ટેમ્બરે પાંચ વર્ષ પૂર્ણ કરનારા વિદ્યા સહાયકોને હજી સુધી પૂરા પગારમાં સમાવવાના હુકમો થયા નથી.

પ્રાથમિક શિક્ષણ નિયામકનો ડીપીઇઓને પરિપત્ર

અન્ય સમાચારો પણ છે...