તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ પાલિકાના પ્લાસ્ટિકના જથ્થાબંધ વેપારી પર કેસ નહીં

ભુજ પાલિકાના પ્લાસ્ટિકના જથ્થાબંધ વેપારી પર કેસ નહીં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજમાંનગરપાલિકા દ્વારા 5 હોલસેલર્સ પાસેથી 40 માઇક્રોનથી હલકી ગુણવત્તાવાળા ઝબલાં જપ્ત કર્યા બાદ ફોજદારી કેસ નોંધવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ છેક 2 મહિના બાદ પ્રાંત અધિકારી પાસે પેપર્સ રજૂ કર્યા હતા.

દોઢ બે માસ પહેલાં શોપ ઇન્સ્પેક્ટર હિતેન્દ્રસિંહ જાડેજા અને તેમની ટીમે 40 માઇક્રોનથી હલકી ગુણવત્તાના ઝબલાં વેચતા 5 જેટલા હોલસેલર્સ પાસેથી મુદ્દામાલ કબજે કર્યો હતો. જેમની વિરુદ્ધ ફોજદારી નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, પરંતુ સુધરાઇના વકીલની સલાહ લીધા બાદ બુધવારે પ્રાંત અધિકારી પાસે પેપર્સ રજૂ કરી કેસ નોંધવા રજૂઆત કરી હતી. અગાઉ કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજાએ ભુજના તમામ હોલસેલર્સની બેઠક યોજી હતી. જેમણે 1 માસનો સમય માગ્યો હતો, જે બાદ પણ બજારમાં હલકી ગુણવત્તાના ઝબલાં નજરે પડતાં શોપ ઇન્સ્પેક્ટરે તપાસ કરી હતી.

મંગળવારે 8 કિલો ઝબલાં જપ્ત કર્યાં

સુધરાઇનાશોપ ઇન્સ્પેક્ટર જાડેજાએ મંગળવારે શાકભાજી અને ફળ વેચતા ધંધાર્થીઓ પાસે તપાસ આદરી હતી, જેમાં બસ સ્ટેશન, વાણિયાવાડ સહિતના વિસ્તારોમાં લારી-ગલ્લાવાળા પાસેથી હલકી ગુણવત્તાના 8 કિલો ઝબલાં જપ્ત કર્યાં હતાં.

5 હોલસેલર્સ પાસેથી 40 માઇક્રોનથી હલકી ગુણવત્તા જપ્ત કર્યા બાદ દોઢ મહિને પ્રાંત અધિકારીને અરજી કરી

અન્ય સમાચારો પણ છે...