તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ભુજ પોરબંદર ST બસ ખુલ્લા દરવાજે દોડાવાઇ

ભુજ-પોરબંદર ST બસ ખુલ્લા દરવાજે દોડાવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ-પોરબંદરરૂટ પર ચાલતી એસ.ટી. બસનો દરવાજો અંજાર બસ સ્ટેશનેથી નીકળ્યા બાદ હાઇવે પર ચાલુ બસે નીકળી ગયો હતો.

પોરબંદર ડેપોની બસ ભુજ-પોરબંદરના રૂટ પર ચાલે છે, જેમાં બુધવારે સવારે અંજારથી નીકળ્યા બાદ માર્ગમાં હાઇવે પર અચાનક બસનો મુખ્ય દરવાજો નીકળી ગયો હતો. બનાવથી અંદર બેઠેલા મુસાફરો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા તેમજ પેસેન્જરોના જીવની ચિંતા કર્યા વગર કે કોઇને પણ જાણ કર્યા વગર વિના દરવાજે બસ છેક જેતપુર સુધી હંકારી જવાઇ હતી, ત્યાં બસને છોડી અન્ય બસમાં મુસાફરોને પોરબંદર લઇ જવાયા હતા.

અંગે પોરબંદર એસ.ટી. ડેપો મેનેજર હિરાબેન કટારાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, બનાવ અંગે બેદરકારી દાખવનારા જવાબદારો સામે કાયદાકીય પગલાં લેવાશે. વધુમાં તેમણે કહ્યું કે, બસનો દરવાજો અગાઉ પણ નીકળી ગયો હતો, જેને વેલ્ડિંગ કરાવી ચલાવવામાં આવતી હતી.

ચાલુ બસે દરવાજો નીકળી ગયો

કોઇને જાણ કર્યા વગર બસને છેક જેતપુર પહોંચાડાઇ!

અન્ય સમાચારો પણ છે...