• Gujarati News
  • ભુજના પ્રવેશદ્વારના ડિવાઇડરનું બ્યૂટીફિકેશન 12 વર્ષે પણ થયું !

ભુજના પ્રવેશદ્વારના ડિવાઇડરનું બ્યૂટીફિકેશન 12 વર્ષે પણ થયું !

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભૂકંપબાદ માધાપર રિંગરોડ બન્યો અને 2004થી તેનો પૂર્ણકાલીન ઉપયોગ થવાનો શરૂ થયો. જે-તે સમયે રિંગરોડ સાથે તેના બ્યૂટીફિકેશન માટે પણ નાણાં ફાળવાયા હતા, જેમાં રોડની બન્ને સાઇડ તથા વચ્ચે આવેલા ડિવાઇડરમાં ફૂલ-છોડનું વાવેતર કરીને તેને નવા રંગરૂપ આપવાનો રાજ્ય સરકારનો ઉદેશ હતો. કામગીરી વનખાતા દ્વારા સામાજિક વનીકરણ હેઠળ કરવાની હતી, પરંતુ આજે 12 વર્ષ થયા રોડની બન્ને સાઇડ તો ઠીક વચ્ચે જે ડિવાઇડર બનેલું છે, તેમાં પણ નામ માત્રનો સુશોભનનો છોડ ઉગ્યો નથી, જે વનખાતાની કામગીરી સામે પ્રશ્નાર્થ ચિંધે છે.

પશ્ચિમ કચ્છમાં દર વર્ષે એક અંદાજે મુજબ એક લાખથી વધુ મુસાફર પ્રવાસે આવે છે. અેકતરફ વહીવટીતંત્ર પ્રવાસનક્ષેત્રને વિકસાવવા યોજનાઓ બનાવી રહી છે. બીજીતરફ ભુજની સુંદરતા પ્રત્યે બેદરકારી દાખવાઇ રહી છે, પણ બેથી ત્રણ નહીં, પણ 12 વર્ષથી થઇ રહ્યું છે. એવું નથી કે, વૃક્ષો વાવેતર માટે પૈસા નથી આવતા, દર વર્ષે કરોડોની ગ્રાન્ટ આવે છે. આમ છતાં ભુજના પ્રવેશદ્વાર સમા માધાપર રિંગરોડ પર એક પણ સુંદરતા બક્ષતા છોડ નથી, તે સૌથી નવાઇની વાત છે.

મળતી માહિતી મુજબ અગાઉ ભુજિયા રિંગરોડને હરિયાળો બનાવવા લાખોની ગ્રાન્ટ ફાળવાઇ હતી, તેમાંથી બન્ને બાજુ છોડ વાવવાની જાહેરાત કરાઇ હતી, પરંતુ આજ દિન સુધી વાવેતર થયું નથી. પણ ભુજમાં પ્રવેશતા સૂકા ભઠ્ઠ કચરાથી ખરડાયેલા ડિવાઇડર શહેરની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે.

અગાઉ અનેકવાર છોડ વવાયા છે, માવજત ઝીરો

માધાપર રિંગરોડ પર આરટીઓ સર્કલ નજીકનું વેરાન ડિવાઇડર નજરે પડે છે. તસવીરમાં આર્મી દ્વારા સાર-સંભાળ રખાતા ડિવાઇડરનો ટુકડો શોભી રહ્યો છે. }મયૂર ચૌહાણ

અગાઉ અનેકવાર છોડ વવાયા છે, પણ માવજત કરાતાં ગણતરીના દિવસોમાં સૂકાઇ કે તોડી નાખવામાં આવે છે અથવા હરતા-ફરતા પશુઓ ખાઇ જાય છે. આમ છતાં આટલા વર્ષથી વહીવટીતંત્ર કે વનખાતા દ્વારા કોઇ આયોજન કે વ્યવસ્થા કરાઇ નથી, જેથી ભુજના મુખ્ય રોડને હરિયાળો બનાવી શકાય.

જવાનોઅન્ય ડિવાઇડરની સંભાળ રાખે છે

આર્મીકેમ્પ પાસેના ડિવાઇડરની સંભાળ છેલ્લા કેટલાક મહિનાઓથી ખુદ જવાનો રાખી રહ્યા હોવાથી તે સુઘડ અને છોડથી શોભી રહ્યું છે, તેની સફાઇ ઉપરાંત કાયમી પાણી મળી રહે, તે માટે નળી મૂકાઇ છે, જેથી વાવેલા છોડ યોગ્ય રીતે ઉછેરે, જ્યારે બીજીતરફ જવાબદારોની બેદરકારીથી અન્ય ડિવાઇડરોની અવદશા બેઠી હોય તેવું ચિત્ર છે.