ધંધો જામી ગ્યો કે મંદી આવી?

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધંધો જામી ગ્યો કે મંદી આવી?

છેલ્લા10 દિવસથી પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાંચ (એલસીબી) સાવ શુષ્ક થઇ ગઇ છે. સામાન્ય રીતે દરરોજ દારૂ, જુગાર અને છેલ્લે કૂટણખાનું પકડી પાડી કામગીરી કર્યાનો ઓડકાર ખાઇ લેતી પોલીસની બ્રાન્ચે છેલ્લે ચોપડવામાંથી 23.41 લાખનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડયો હતો. પછીના બે દિવસ તો અધિકારીઓ અને કર્મચારીઓ રથયાત્રા બંદોબસ્તમાં વ્યસ્ત હતાં. ત્યારબાદ એલસીબીએ કોઇ કાર્યવાહી કરી હોય તેવી સત્તાવાર નોંધ નથી! ત્યારે પોલીસબેડામાં એવી ચર્ચા થઇ રહી છે કે એલસીબીનો ધંધો જામી ગ્યો કે મંદી આવી

અન્ય સમાચારો પણ છે...