• Gujarati News
  • National
  • પરંપરાગત રીતે વર્ષોથી મૂર્તિ બનાવતા પરિવારોએ ટાગોર રોડ પર પડાવ નાખ્યા

પરંપરાગત રીતે વર્ષોથી મૂર્તિ બનાવતા પરિવારોએ ટાગોર રોડ પર પડાવ નાખ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરંપરાગત રીતે વર્ષોથી મૂર્તિ બનાવતા પરિવારોએ ટાગોર રોડ પર પડાવ નાખ્યા



ગણેશચતુર્થી આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જુદા-જુદા મંડળોથી માંડી વિસ્તારવાઇઝ ગણપતિની મૂર્તિનું સ્થાપન થાય છે. ગાંધીધામના ટાગોર રોડ પર હાલ રાજસ્થાન તથા અમદાવાદથી આવેલા કલાકારો જિલ્લામાં મૂર્તિનો ઓર્ડર પૂરો કરવા કાર્યરત બન્યા છે.

છેલ્લાક કેટલાક સમયથી ગણેશ મહોત્સવનું મહત્ત્વ વધી ગયું છે. ઠેર-ઠેર ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરી અઠવાડિયું, પાંચ દિવસ કે ત્રણ દિવસ સુધી પૂજન, અર્ચન કરી દૂંદાળા દેવની પૂજા કરવામાં આવે છે. ગાંધીધામ સહિત સમગ્ર કચ્છ જિલ્લામાં ઠેર-ઠેર ગણપતિજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે. જાહેર સ્થળ ઉપરાંત ઘરે-ઘરે પણ શ્રીજીની પધરામણી કરાવી શ્રીજીને રિઝવવા ભક્તો પ્રવૃત્ત બન્યા છે. દર વર્ષની જેમ વર્ષે પણ મૂર્તિનો ઉપાડ અત્યારથી જોવા મળી રહ્યો છે. જુદી-જુદી કિંમતની મળતી મૂર્તિને આખરી ઓપ આપવાથી માંડી, મૂર્તિ તૈયાર કરવા માટે અમદાવાદના ગુલબાઇ ટેકરા તથા બિહાર, રાજસ્થાન સહિતના જુદા-જુદા વિસ્તારમાંથી પેટીયું રળ‌વા પરિવાર સાથે કલાકારો ગાંધીધામમાં ધામા નાખે છે.

કેટલાકે તો વર્ષોથી અહીં પડાવ નાખી દીધો છે. ટાગોર રોડ પર હાલ જુદા-જુદા કારીગરો દ્વારા અવનવી ડિઝાઇનની શ્રીજીની મૂર્તિ આવેલા ઓર્ડર મુજબ બનાવવામાં લાગી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...